નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા ગત વર્ષે એક હનીટ્રેપનો કેસ નોંધાયો હતો, જેમાં અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીઆઇ અને તેમની ટીમની પણ સંડોવણી હતી તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસના સંદર્ભે આજે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં મહિલા પીઆઇ સહિત 8 લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
ગત વર્ષે 20 માર્ચના રોજ અમદાવાદનાં પશ્ચિમા મહિલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક વેપારી અને બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવીને એક ગેંગ દ્વારા 8 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ ફરિયાદમાં ફરિયાદીએ અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ ગીતા પઠાણ અને તેમની ટિમની આ કાવતરામાં સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ત્યાર બાદ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ વેપારીઓને દૂષકર્મના ખોટા કેસમાં ફસાવવા વાળા આરોપીઓની ધરપકડ કરી હતી અને વેપારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા તેમાં પણ ગીતા પઠાણનું નામ સામે આવ્યું હતું.
જો કે આજે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા આ કેસના તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે. કોર્ટના ચુકાદા બાદ બચાવ પક્ષના વકીલ ચંદ્ર શેખર ગુપ્તાએ મીડિયાને જણાવ્યુ હતું કે, “આ કેસમાં કોર્ટ સમક્ષ ફરિયાદી સહિત મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા, એટલે કે ફરિયાદીઓએ કોર્ટ સમક્ષ કેસમાં પ્રોસિક્યુશન તરફથી નિવેદન કર્યું ન હતું. જેથી સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરવા આરોપોને સાબિત કરવા માટે પર્યાપ્ત ન હોવાનું ફલિત થઈ રહ્યું હતું. જે બાબતની કોર્ટે નોંધ લીધી અને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ ઉપરાંત તોડ બાબતે જે રકમનો દાવો કરવામાં આવ્યો હતો, તે પણ મળી આવી નથી.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.