Sunday, October 26, 2025
HomeGeneralઅમદાવાદ: વિજિલન્સની ટીમે લોખંડ-કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો, નારોલ PI સહિત બે...

અમદાવાદ: વિજિલન્સની ટીમે લોખંડ-કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો, નારોલ PI સહિત બે PSIને સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. કાંકરિયા યાર્ડમાંથી ચલાવવામાં આવતું લોખંડના સળિયાનું ચોરી કૌભાંડ અને કેમિકલ ચોરી કૌભાંડનો ડીજી વિજિલન્સની ટીમે પર્દાફાશ કરતા જવાબદાર નારોલ પોલીસ મથકના પીઆઈ કે.એસ.પટેલ અને બે પીએસઆઇ આર. આર. આંબલીયા અને એચ. સી.પરમારને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.



પ્રાપ્ત વિગત અનુસાર, તાજેતરમાં નારોલ વિસ્તારમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પીપલજ કમોડ રોડ પર કરમણભાઈ ભરવાડના વાડામાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન 74 લાખથી વધુ રકમના લોખંડના સળિયા મળી આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તપાસમાં લોખંડના સળિયા ચોરીના હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 16, 17 માર્ચના રોજ નારોલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડમાં 87.14 ટનના ચોરીના લોખંડના સળિયા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત 74,06,900 છે. લોખંડના સળિયા ઉપરાંત 16,380 રોકડા, 40, 500 રૂપિયાના 7 મોબાઈલ, 21,15,000 રૂપિયાના 5 વાહન મળી કુલ 95,78,780 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વિજિલન્સની ટીમે 7 આરોપીને ઝડપી સ્થાનિક પોલીસને સોંપ્યા હતા. ઉપરાંત અસ્ફાક ઉર્ફે કેરોસીનવાલા, શોએબ ઉર્ફે ટકલો અમિરભાઈ શેખ, કાનો મારવાડી અને ઇકબાલ ઉર્ફે ઇકો શોધખોળ શરૂ કરી છે.

નારોલ વિસ્તારમાં અસલાલી રોડ પર છેલ્લા કેટલાક સમયથી અસ્ફાક ઉર્ફે કેરોસીનવાળા રોડ પરથી જતાં કેમિકલ ટેન્કરના ડ્રાઇવર સાથે મિલીભગતથી કેમિકલની ચોરી કરતો હતો. ઉપરાંત કાંકરીયા યાર્ડમાંથી લોખંડની ચોરી કરીને પીપળજ પાસે એક ખુલ્લી જગ્યામાં રાખતો હતો. વિજિલન્સની ટીમે નારોલમાં ટેન્કરમાંથી બે વ્યક્તિને 28 હજાર લિટર કેમિકલ ચોરી કરતા ઝડપાયા હતા. સમગ્ર મામલે વિજિલન્સની ટીમે બે અલગ-અલગ ફરિયાદ નોંધી 9 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉપરાંત 12 આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular