નવજીવન અમદાવાદઃ અમદાવાદમાં આવેલી બી જે મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતાં અને અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતાં રેસિડેન્ટ ડોક્ટર્સ આજથી ઓપીડી સેવાઓ આપવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ માનવતાના ધોરણે તેમણે સાંજે 5 વાગ્યા સુધી ઈમરજન્સી અને કોવીડ સેવાઓ આપશે ત્યાર બાદ તે પણ બંધ કરવામાં આવશે તેવું રેસિડેન્ટ ડોક્ટર્સે જણાવ્યું હતું. જેના પગલે તેમણે ગઈકાલે અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડન્ટ અને બી જે મેડીકલ કોલેજના પીજી ડાયરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું હતું.
અલ્ટીમેટમમાં રેસીડેન્ટ ડોક્ટર્સે જણાવ્યું હતું કે, જો 7 તારીખે 5 વાગ્યા સુધી તેમની માગો સ્વીકારવામાં નહીં આવે તો તેમણે પોતાની તમામ ફરજોથી અળગા રહેશે. તેમની મુખ્ય માગ છે કે પીજી મેડીકલની પ્રવેશ પ્રક્રિયા જે વારંવાર મોકુફ કરવામાં આવી રહી છે તેના અંગે કોઈ નિર્ણય કરવામાં આવે. કારણ કે તેના કારણે નવા જુનીયર ડોક્ટર્સની ભરતી થતી નથી અને જે સીનીયર ડોક્ટર્સ ઉપર કામનું ભારણ સતત વધી રહ્યું છે.
રેસિડેન્ટ ડોક્ટર્સની આ હડતાળમાં સમગ્ર દેશના રેસિડેન્ટ ડોક્ટર્સ જોડાયા છે. સમગ્ર દેશના તમામ યુનીયન દ્વારા એકત્રીત થઈને આ હડતાળ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે કે હાલમાં MBBS થયેલા ડોક્ટર્સને હંગામી ધોરણે રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવે. જેને કારણે આત્યારે હાલ જે કામનું ભારણ ઓછું થાય. વારંવાર અધિકારીઓ અને સરકાર સમક્ષ રજૂઆત કરવા છતા કોઈ પરિણામ ન મળતા તેમણે આજથી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

જોકે અમદાવાદની બીજે મેડીકલ કોલેજના જુનીયર ડોક્ટર્સ એશોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે માનવતાના ધોરણે ઈમરજન્સી સેવાઓ અને કોવીડ સેવાઓમાં સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહીશું પરંતુ ત્યાર બાદ આ સેવાઓમાંથી પણ દુર રહીશું. અમારી માગો સ્વીકારવામાં નહીમ આવે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે.
— Deval Jadav (@Luvjadav) December 7, 2021
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









