પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના ચુકાદા પછી અમદાવાદ પોલીસમાં અને ખાસ કરીને ક્રાઇમ બ્રાંચમાં એક અનેરો ઉત્સાહ હતો કે તેમની આટલા વર્ષની મહેનતના કારણે બ્લાસ્ટ કરનાર આરોપીઓને સજાના અંજામ સુધી તેઓ પહોંચાડી શક્યા. બુધવારની સાંજે ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર પ્રેમવીર સિંગ અને ડીસીપી ચૈતન્ય માંડલિક તરફથી સૂચના મળી કે ક્રાઇમ બ્રાન્ચના તમામ સ્ટાફે કોન્ફરન્સ હોલમાં હજાર રહેવું. જો કે બહુ ઓછા અધિકારીઓને બાદ કરતાં સ્ટાફના મોટા ભાગના કર્મચારીઓને અંદેશો ન હતો કે તેડું સેના માટે છે.
ક્રાઇમ બ્રાન્ચના કોન્ફરન્સ હોલમાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમનો ઉત્સાહ બેવડાઈ ગયો, કારણ 2008 બ્લાસ્ટ કેસની તપસ કરનાર કર્મચારીઓને સન્માનીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્લાસ કેસના ચુકાદા પછી અખબારમાં જેમના નામ અને તસ્વીરો હતી તેમની પાછળ અનેક એવા કર્મચારી અને અધિકારીઓ હતા જેમનો કોઈ માધ્યમોએ ઉલ્લેખ કર્યો નથી. આમ છતાં બ્લાસ્ટ કેસની તપાસમાં આ નાના કર્મચારીઓની ભૂમિકા ખૂબ અગત્યની રહી હતી. ચુકાદા પછી IPS અધિકારી પ્રેમવીર સિંગ અને ચૈતન્ય ચૈતન્ય માંડલિક આ કર્મચારીઓનું સન્માન કરવાનો નિર્ણય કર્યો હતો.
કોન્ફરન્સ હોલમાં આ તમામ નાના-મોટા કર્મચારીઓને એક ખાસ મોમેન્ટો આપી તેમના કામની કદર કરવામાં આવી હતી. આ કર્મચારીઓની કદર કરતાં એડિશનલ કમિશનર પ્રેમવીર સિંગે કહ્યું કે, “2008માં તમે જે કામ કર્યું છે તેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેલાયેલા આતંકી નેટવર્કને નેસ્તનાબૂદ કરવાનું બહુ મોટું કામ તમારા હાથે થયું છે.” ડીએસપી ચૈતન્ય ચૈતન્ય માંડલિક કહ્યું કે, “ઘટનાના 13 વર્ષ સુધી આ ઘટનાના સાક્ષીઓ, બાતમીદારો અને પોલીસની એક સૂત્રતા રહી છે. જેના પરિણામ સ્વરૂપ અદાલતે આ ચુકાદો આપ્યો છે. ગુજરાતમાં જે શાંતિ છે તે તમારી જ મહેનત અને તમારા કાર્યોનું યોગદાન છે. આ શાંતિ કાયમી રહે તે માટે તમારે સતત કામ કરતાં રહેવું પડશે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.