Tuesday, October 14, 2025
HomeGujaratઅમદાવાદમાં ફાર્મા કંપનીના અધિકારીને ઓનલાઈન શોપિંગ ભારે પડી, ગઠિયાએ દોઢ લાખ ખંખેર્યા

અમદાવાદમાં ફાર્મા કંપનીના અધિકારીને ઓનલાઈન શોપિંગ ભારે પડી, ગઠિયાએ દોઢ લાખ ખંખેર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં દિવસેને દિવસે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધતાં જઇ રહ્યા છે. ભેજાબાજ ગઠિયાઓ અવનવી તરકીબ અજમાવીને લોકો સાથે છેતરપિંડી આચારતા હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક ઓનલાઈન છેતરપિંડી સામે આવી છે. અમદાવાદના ફાર્મા કંપનીના અધિકારી જોડેથી ગઠિયાએ છેતરપિંડી કરીને 1.56 લાખ પડાવી લીધા છે.

માહિતી અનુસાર, અમદાવાદના થલતેજમાં રહેતા જિગ્નેશ ઠાકર નામનો વ્યક્તિ ટોરન્ટ ફાર્માના એક્ઝિક્યૂટિવ તરીકે ફરજ બજાવે છે. તેમણે ગત 26 જૂને એમેઝોનમાંથી ઓનલાઈન મોબાઈલ મગાવ્યો હતો. પરંતુ ઓર્ડર કન્ફર્મ ન થવાના કારણે ગૂગલ પરથી અમેઝોનનો ટોલ ફ્રી નંબર ગોતીને તેના પર સંપર્ક કર્યો હતો. સામે છેડેથી વાત કરનારાએ થોડીક વાતચીત કરીને ફોન કટ કરી નાખ્યો હતો.

- Advertisement -

ત્યારબાદ એક અજાણ્યા નંબર પરથી જિગ્નેશને ફોન આવ્યો હતો. સામે છેડેથી વાત કરનારાએ જણાવ્યુ હતું કે, તમે ઓર્ડર કર્યો છે તેના પૈસા ફસાઈ ગયા છે, જેથી હું કહું તેમ પ્રોસેશ કરો. ત્યારબાદ ગઠિયાએ એક એપ ડાઉનલોડ કરાવી અને ફોન ચાલુ રખાવીને પ્રોસેસ કરાવતો રહ્યો હતો. પરંતુ જિગ્નેશને શંકા જતાં તેણે ફોન કટ કરી નાખ્યો હતો અને તાત્કાલિક બેન્કનું એકાઉન્ટ સ્ટોપ કરાવી દીધી હતું. જેથી તે સમયે પૈસા કપાયા ન હતા. પરંતુ જેવુ 1જુલાઇના રોજ એકાઉન્ટ ચાલુ કરાવ્યુ તે સમયે ખાતામાંથી 1.56 લાખ રૂપિયા કટ થઈ ગયા હતા. સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular