Monday, December 29, 2025
HomeGujaratમેં તો પ્રસાદી હમજીને પીધો રે…! આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં કૃષિમંત્રી દેશી...

મેં તો પ્રસાદી હમજીને પીધો રે…! આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં કૃષિમંત્રી દેશી દારૂને ચરણામૃત સમજીને પી ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદાઃ આજે વિશ્વ આદિવાસી દિવસની (World Adivasi Diwas) સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસ નીમેતે ઠેર-ઠેર કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે નર્મદાના (Narmada) ડેડિયાપડામાં (Dediyapada) વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કૃષિમંત્રી રાઘવજી પટેલની (Agriculture Minister Raghavji patel) ઉપસ્થીતીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂજા કરતી વખતે ઘરતી માતાને ચઢાવવામાં આવતો દેશી દારૂને (Liquor) કૃષિમંત્રી ચરણામૃત સમજીને મોઢે અડાડી દીધો હતો.

વિશ્વ આદિવાસી દિવસ નિમિતે નર્મદાના ડેડિયાપાડામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એક પરંપરા મુજબ પૂજા કરવામાં આવી હતી, જે બાદ ધરતી માતાને દેશી દારૂથી અભિષેક કરવાની પરંપરા જે વર્ષોથી ચાલતી આવી છે તે અનુસાર ઉપસ્થિત મહાનુભાવોને એક લીલી બોટલમાંથી દેશી દારૂ એક પાંદડામાં આપવામાં આવ્યો હતો. જોકે કૃષિમંત્રી રાધવજી પટેલને પાંદડામાં દેશીદારૂ આપવામાં આવતા તેમણે ચરણામૃત સમજીને મોઢે લગાડી દીધો હતો.

- Advertisement -

રાજવજી પટેલે દેશીદારૂ મોઢે લગાડતા આસપાસના લોકોએ ના…ના… કરતાં રહ્યા પરંતું ત્યાં સુધીમાં મંત્રીજીના મોઢા સુધી દેશીદારૂ પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમને પોતાની ભુલ સમજાતા આ દેશી દારૂને પરંપરા મુજબ ઘરતી માતાને અર્પણ કર્યો હતો. આ સમગ્ર બનાવ વિડિયોમાં કેદ થઈ જતાં સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો. આ બનાવ બાદ મંત્રીજીને પોતાની ભુલ સમજાઈ હતી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, મને આ પરંપરા વિશે વધારે જ્ઞાન નથી, જેથી જે વિધિ હોય છે, તે રિવાજથી હું અજાણ છું, પહેલી વખત હું અહીં આવ્યો છું, અમારા ત્યાં ચરણામૃત હાથમાં અપાતું હોય છે, એટલે મે ચરણામૃત ચાખ્યું, પરંતું હકીકતમાં આ ધરતીમાતાને અર્પણ કરવાનું હતું, જે મારા ખ્યાલ બહાર આ વાત હોવાથી આવું થયું.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular