Thursday, March 26, 2026
HomeGujaratAhmedabadAAP એ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કર્યું જાહેર, AAPએ સામાન્ય લોકોને...

AAP એ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કર્યું જાહેર, AAPએ સામાન્ય લોકોને આપી ઉમેદવારી : ઈસુદાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, સામાન્ય લોકો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. ગઢવીએ વધુમાં કહ્યું કે, બહુ થઈ બાપ-બેટાની રાજનીતિ, અમારૂં સ્વપ્ન હતું કે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત થાય. સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે. આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે.

AAP candidates
AAP candidates

AAP નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે, અત્યાર સુધી ભાજપના સાંસદ હોય તો તેમનો દીકરો ધારાસભ્ય બનવા માંગે, તેમનો દીકરો જિલ્લા પંચાયત અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ટિકિટ મેળવે, આમ સામાન્ય કાર્યકર્તાને ક્યારેય તક મળતી નહોતી. અથવા તો કરોડપતિઓ હોય કે નેતાઓના દીકરાઓને જ તક મળતી હતી. હવે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તકો આપી રહી છે. આમ લોકો માટે, આમ જનતા માટે, આમ આદમી માટે ગુજરાતમાં એક નવો સૂર્યોદય થયો છે. 460થી વધુ એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જે સામાજિક રીતે સક્રિય છે અને ખરેખર સામાન્ય લોકો છે. ગુજરાતમાં તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular