Sunday, October 26, 2025
HomeGeneralમહેસાણામાં નકલી મરચાં બાદ નકલી જીરું બનાવતું કારખાનું ઝડપાયું

મહેસાણામાં નકલી મરચાં બાદ નકલી જીરું બનાવતું કારખાનું ઝડપાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News: આજના સમયે સારી ગુણવત્તાવાળી અને 100 ટકા ઓરિજિનલ ખાદ્ય સામગ્રીઓ મળવી તે લગભગ અશક્ય છે. વારંવાર ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા નકલી અને ભેળસેળ વાળી ખાદ્ય સામગ્રીઓનો જથ્થો પકડવામાં આવે છે, તેમ છતાં વેપારીઓ વધુ પૈસા કમાવવાની લાલચમાં હજુ ભેળસેળ કરવાનું ચાલુ જ રાખે છે. તાજેતરમાં વિજાપુર-હિંમતનગર હાઇવે પરથી કલરની ભેળસેળ કરીને વેચાણ કરતી મરચાની ફેક્ટરી ઉપર દરોડો (Fake Red Chilli) કરવામાં આવ્યો હતો, તેને હજુ થોડા દિવસ જ થયા છે. ત્યારે હવે મહેસાણાના (Mehsana) ઉંઝામાં (Unjha) નકલી જીરુનું કારખાનું (Fake cumin Factory) ઝડપાયું છે. આ કારખાનામાં અંદાજિત 12 લાખ રૂપિયાનું નકલી જીરું મળી આવ્યું છે.

મળતી માહતી મુજબ, મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે આવેલા સુણોક (Sunok) પાસે કેટલાક લોકો નકલી જીરૂને અસલી જીરૂ સાથે ભેળસેળ કરી તેનું વેચાણ કરી રહ્યા છે અને લોકોને સ્વાસ્થય સાથે ચેડા કરી સમ્રગ કૌભાંડ ચલાવી રહ્યા છે. જે બાબતની માહિતી ગાંધીનગર ફૂડ વિભાગની ટીમ મળીને હતી. ફૂડ વિભાગની ટીમે સૂણોક ખાતે આવેલા ગોડાઉનમાં બાતમીના આધારે રેડ કરતા વરિયાળીમાં પથ્થરનો પાવડર મિક્સ કરી, ગોળની રસીમાં ભેળવી નકલી જીરૂ બનાવી અન્ય રાજ્યમાં વેચાણ કરવામાં આવતું હોવાની જાણકારી મળી હતી.

- Advertisement -

ગોડાઉનમાંથી ફૂડ વિભાગની ટીમે 20,596 કિલો નકલી જીરું અને અલગ પ્રકારના કેમકિલ મળી કુલ 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે સમ્રગ ઘટનાની જાણ મહેસાણા ફૂડ વિભાગની ટીમને થતા મોડી મોડી જાગી હતી અને સૂણોક ગામના ગોડાઉનમાં મોડીરાત્રે રેડ કરતા 3.996 કિલો વધુ નકલી જીરું સહિત 2.80 લાખના મુદ્દામાલ કબ્જે કરી ફેકટરી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

TAG: Mehsana News Today, Unjha Fake cumin Factory News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular