Sunday, May 31, 2026
HomeGeneralકચ્છ: ભુજમાં કલેકટર બંગલો પાસેથી ઇંગ્લિશ દારૂની ઢગલો ખાલી બોટલો મળી...

કચ્છ: ભુજમાં કલેકટર બંગલો પાસેથી ઇંગ્લિશ દારૂની ઢગલો ખાલી બોટલો મળી…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છ : એક તરફ જયાં ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા દારૂ સહિતની બદીઓ મુદ્દે સરકારને ઘેરવામાં આવી છે ત્યાં રાજ્યનાં સૌથી મોટા જિલ્લા કચ્છનાં કલેક્ટરનાં બંગલા પાસેથી ઢગલો ખાલી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે. શુક્રવારે ભુજમાં કલેક્ટરનાં ઘર પાસેથી પસાર થતા લોકોને દારૂની બોટલનો ઠગલો જથ્થો જોવા મળ્યો હતો. અને ત્યાર બાદ તેનો વિડિઓ અને ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ડીએમ બંગલા પાસેની અંગ્રેજી શરાબની બોટલ ચર્ચામાં આવી હતી.



ભુજમાં કલેક્ટર બંગલાથી માત્ર 60 મીટરના અંતરે આ બોટલો જોવા મળી છે. જેને જોતા પોલીસની દારૂબંધી અંગેની કડક કાર્યવાહીની પણ પોલ ખુલી છે. જે જગ્યાએ આ દારૂની બોટલ મળી છે તેની એકદમ નજીક માર્ગ અને મકાન વિભાગનાં એન્જીનિયરની કચેરી આવેલી છે. જયાં દિવસભર કોન્ટ્રેક્ટરથી માંડીને સામાન્ય લોકોની અવરજવર પણ રહેતી હોય છે. આજ રોડ ઉપર ઓફિસર્સ કલબ પણ આવેલી છે, જયાં સરકારી અધિકારીઓ રમત રમવા માટે જાય છે. સંભવ છે કે તેમણે પણ આ દ્રશ્ય જોયું હશે પરંતુ શરાબની બોટલ કોઈને નજર ન પડે તે માટે ખસેડવાની તસ્દી ન લીધી હોવાને કારણે ગુજરાતમાં દારૂબંધીની પોકળ વાત બહાર આવી ગયી હતી. ઉચ્ચ અધિકારીઓની ઓફીસ તેમજ સરકારી બંગલો ધરાવતા આ માર્ગ ઉપર મોટી સંખ્યામાં દારૂની બોટલ ફેંકનારે પોલીસને પણ ચેલેન્જ કરી હોય તેમ લાગે છે.

- Advertisement -





- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular