નવજીવન ન્યૂઝ.નવસારીઃ નવસારીમાં અહીં ગુપ્તા પરિવારના એક દિકરાએ પોતાનું જીવન ટુંકાવ્યું છે. ધર્મીનગર વિસ્તારમાં 24 વર્ષના યુવકે પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ લઈ જીવન લીલા સંકેલી લીધી હતી. જેને વ્હાલથી મોટો કર્યો, સતત તેનો છાંયડો બનીને રહ્યા તે સ્વજનો પર યુવાને ભરેલું આ પગલું વજ્રઘાત સમાન બન્યું હતું. પરિવારમાં સાવ ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે પોતાની કાર્યવાહી મુજબ મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી કરી હતી.
નવસારી શહેરમાં આવેલા ધર્મીનગર ખાતેની સરદાર હાઈટ્સના પૂર્ણા બિલ્ડીંગમાં રહેતા 24 વર્ષના શ્રેયસ નામના યુવકે રવિવારે પોતાની માતા જ્યારે રસોડામાં કામ કરતા હતા ત્યારે બેડરૂમમાં જીવન ટુંકાવી લીધું હતું. જે દિકરા માટે પરિવાર સતત દુનિયા સામે લડીને તેને 24 વર્ષનો કર્યો હતો અને જે દિકરાએ હવે પરિવારનો ટેકો બનવાનું હતું તે દિકરાની લાશ જોવી પરિવાર માટે દુનિયાનું અકલ્પનીય દૃષ્ય જોયા જેવી સ્થિતિ બની હતી. પોલીસને વિગતો મળી કે, યુવક પારિવારિક તણાવ વચ્ચે હતો. તેના માતા-પિતાના સંબંધોમાં કડવાશ આવતા છૂટાછેડા સુધીની વાત પહોંચી હતી. આ તરફ પોતાની બહેને પણ લવ મેરેજ કરી પોતાના જીવનની શરૂઆત કરી હતી. જોકે તે બાબતથી તે પરેશાન રહેતો હતો.
બીજી તરફ શ્રેયસે ફાંસો ખાઈ લીધા પહેલા પોતાના પડોશમાં રહેતા એક પરિવારના સભ્યને મેસેજ કર્યો હતો. તેણે મૃત્યુ પહેલા આ મેસેજ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેણે મેસેજમાં લખ્યું હતું કે મમ્મીને સાચવજો. જોકે જ્યારે તેના અંતિમ પગલાની ખબર પડી ત્યારે પોલીસ ત્યાં દોડી આવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતે મોત સંદર્ભે ગુનો નોંધી યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. આ ઘટનાને પગલે પરિવારમાં ગમગીની છવાઈ હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












