નવજીવન ન્યૂઝ.રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને તે પછી તપાસના આદેશો છૂટ્યા. ખુદ કમિશનર મનોજ અગ્રવાલની પણ આ સંદર્ભમાં પુછપરછ કરવામાં આવી છે. ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ તપાસ આદરી છે. ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ પી બી જેબલિયાની પુછપરછ પછી નીવેદન નોંધાયું હતું. પોલીસે એક હત્યા કેસમાં અલ્તાફ નામના વ્યક્તિની 95 લાખના તોડ કરીને મદદ કરી હોવાના આક્ષેપો છે. પોલીસે કાર કબ્જે કરી હતી. ડીજીપી વિકાસ સહાય સામે તોડ કેસમાં પુરાવા રૂપે કેટલાક વીડિયો પણ રજુ કર્યા હતા.
ડીજીપી વિકાસ સહાય સામે કરાયેલા તોડકાંડના બે વીડિયો ક્લિપે ભારે ચકચાર મચાવી છે. આ તરફ 3જી ફેબ્રુઆરીએ ક્રાઈમ બ્રાન્ચમાં રૂ. 4.45 લાખના નાણા પાછા કર્યાના પુરાવા આપ્યા હતા. તેમણે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એમ એમ ઝાલાને વચ્ચે રાખી નાણા અપાયાનો ઘટસ્ફોટ કર્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












