Friday, May 1, 2026
HomeGeneralસુરત બોમ્બકાંડની તપાસની ટીમનો એક અજાણ્યો ચહેરો, જેમને વડોદરાથી ખાસ સુરત મોકલાયા...

સુરત બોમ્બકાંડની તપાસની ટીમનો એક અજાણ્યો ચહેરો, જેમને વડોદરાથી ખાસ સુરત મોકલાયા હતા

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ. સુરત): 14 વર્ષના કાનૂની જંગ બાદ સુરત બોમ્બકાંડમાં સંડોવાયેલાઓનો કોર્ટે ફેંસલો કર્યો છે. ત્યારે સુરત બોમ્બ કાંડની તપાસના એક અજાણ્યા ચહેરાની આપણે આજે વાત કરવી છે. જેમને વડોદરાથી ખાસ સુરત મોકલાયા હતા.

વાત છે હાલના મદદનીશ પોલીસ કમિશનર ઝેડ.એ. શેખની. તે વખતે તેઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે વડોદરાના વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. એ પૂર્વે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે તેમણે સુરતમાં પણ ફરજ બજાવી હતી. તે વખતે એટલે કે આજથી 20 વર્ષ પૂર્વે 2002ના વર્ષમાં સુરતના રેન્જ ટુ તરીકે આશિષ ભાટિયા ફરજ બજાવતા હતા. જેથી આશિષ ભાટિયાના નેતૃત્ત્વમાં અનેક ઓપરેશન પાર પાડવામાં પોસઈ શેખની ભૂમિકા મહત્ત્વની રહી હતી. પરિણામે આશિષ ભાટિયા તેમની કામગીરીથી પરિચિત હતા. બોમ્બકાંડની તપાસમાં શેખ સારી કામગીરી કરી શકશે તે વાતને ધ્યાને લઈ તત્કાલીન ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડેએ પોસઈ શેખને વડોદરાથી ખાસ સુરત મોકલ્યા હતા.



અગાઉ સુરતમાં ફરજ બજાવી ચૂકેલા શેખે સુરત પહોંચતાની સાથે જ પોતાના બાતમીદારોને કામે લગાડ્યા. બોમ્બકાંડની તપાસ કરનારી ટીમના વડા સાથે સંકલનમાં રહી કામગીરીનો પ્રારંભ કર્યો.

- Advertisement -

ગણતરીના ત્રણ જ દિવસમાં પહેલો આરોપી તન્વીર પોલીસના હાથમાં આવ્યો હતો. તે વખતે તેને પકડી પાડવામાં શેખે પણ જાનની બાજી ખેલી હતી. બોમ્બકાંડની તપાસમાં પ્રસંશનીય કામગીરી કરનારા પોસઈ ઝેડ. એ. શેખને સુરતના પોલીસ કમિશનરે અભિનંદન પાઠવતો પત્ર પણ લખ્યો હતો. આમ, હાલમાં મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા સુરતમાં ફરજ બજાવતા શેખનું યોગદાન પણ ભૂલી શકાય તેવું ન હતું.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular