નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો સ્પેશિયલ કોર્ટ દ્વારા ગઈ કાલે આપવામાં આવ્યો હતો. જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે 29 લોકને શંકા અને પુરવાના અભાવના કારણે છોડી મૂકવામાં આવ્યા છે. દોષિત જાહેર કરવામાં આવેલા આરોપીઓને આજે કોર્ટ દ્વારા સજા સંભાળાવવામાં આવવાની હતી જે હવે 11 તારીખે સંભળાવવામાં આવશે.
26 જુલાઇ, 2008ના રોજ અમદાવાદમા થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં 78 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ લગભગ 14 વર્ષ સુધી આ કેસની સુનાવણી ચાલી અને ગઈ કાલે સ્પેશિયલ કોર્ટના જજ એ.આર.પટેલે ચુકાદો આપ્યો હતો અને 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતાજયારે 29 લોકોને શંકા અને પુરાવાના અભાવના આધારે છોડી મૂક્યા હતા. 49 આરોપીઓમાંથી 1 આરોપી તાજનો સાક્ષી બન્યો હતો જેને સજા માંથી મુક્તિ આપવામાં આવી છે. બાકીના 48 દોષીતોને આજે સજા આપવામાં આવવાની હતી. બચાવ પક્ષના વકીલની દલીલોને માન્ય રાખીને કોર્ટે તેમને 11 તારીખ સુધીનો સમય આપ્યો છે અને દોષીતોને 11 ફેબ્રુઆરીએ સજા સંભાળાવવામાં આવશે.
કોરટમાં બચાવ પક્ષના વકીલો દ્વારા દોષીતોના વકીલે કોર્ટને જણાવ્યુ હતું કે દોષિતોને સુધારાનો અવકાશ આપવામાં આવે. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમની પારિવારિક સ્થિતિ અને મેડિકલના પુરાવા રજુ કરવા સમય આપો. જેના માટે બચાવ પક્ષના વકીલે ત્રણ અઠવાડિયાનો સમય માગ્યો હતો.
જોકે આ મુદ્દે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીઓએ ગંભીર ગુનો કર્યો છે જેના માટે તેમણે મહત્તમ સજા થવી જોઈએ. ત્યાર બાદ કોર્ટે જણાવ્યુ હતું કે, બચાવ પક્ષના વકીલ આજે જ દોષીતોની મુલાકાત લે અને તેમના પક્ષ જૈની કોરટમાં રજૂઆત કરે. દોષીતોના પરિવારને મળીને તેમની શૈક્ષણિક લાયકાત સહિતની અન્ય વિગતો મેળવી લે.
આજની સુનાવણી બાદ સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યુ હતું કે, “અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોની સજાની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે 3 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.11 તારીખે કોર્ટ તહોમત દારો કે બચાવ પક્ષના વકીલને સાંભળશે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.