Agra Lucknow expressway bus accident: આગ્રા-લખનઉ એસ્પ્રેસ વે પર શનિવારે અયોધ્યાથી આગરા જઈ રહેલી મીની ટ્રાવેલ બસ ટ્રકમાં પાછળથી ઘૂસી જતા જોરદાર અકસ્માત થયો છે. જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હોવાની જાણકારી સામે આવી છે. આ બસમાં 13 યાત્રાળુઓ હતા અને અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમને એસએન મેડિકલ કોલેજ આગ્રા સારવાર માટે મોકલાયા છે. ઈજાગ્રસ્તો પૈકી ત્રણની હાલ ગંભીર હોવાની જાણકારી સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ચાલક ધીરજ સુરેશ પાટીલ રહેવાસી 287 લક્ષ્મીનારાયણ સોસાયટી, ડિંડલી, સુરત ડિસ્ટ્રીક્ટ 13 યાત્રાળુઓે લઈને બસમાં અયોધ્યાથી આગ્રા જઈ રહ્યા હતા. શનિવારે આજે વહેલી સવારે અંદાજે ચાર વાગ્યા આસપાસ ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર કિલોમીટર 37.100 પાસે બસની આગળ ચાલી રહેલા ટ્રકમાં બસ પાછળથી ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આગળનો બસનો ભાગ તો સાવ કચ્ચર ઘાણ થઈ ગયો છે.
દુર્ઘટના પછી બસમાં સવાર યાત્રીઓની ચીસોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઘટનામાં પ્રદીપ કિશન, મનોહર શિંદે, જનક વેન, ઉમા પ્રદીપ સિંહ, પદમ સુરેન્દ્રસિંહ, ઉર્વશી પાલિયા, કિટ્ટુ કુમારી, કીરત સિંહ, પૃથ્વી વિરેન્દ્ર સિંહ, ક્રરુઠા વિરેન્દ્ર સિંહ, બરસા મનોહર સિંહ, રેણુકા ઈંદ્ર સિંહ અને હિના કરનવા ઘાયલ થયા છે.
જાણકારી મળી રહી છે કે, યુપીડાની ટીમ અને પ્રભારી નિરીક્ષક ફતેહાબાદ વિનોદ કુમાર મિશ્રા પોલીસ દળ સાથે સ્થળ પર પહોંચી ચુક્યા હતા. ટીમે બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સથી એસએન મેડિકલ કોલેજ આગ્રા સારવાર માટે મોકલ્યા છે. આમાં બે યાત્રી પ્રદીપ કિશન (ઉં 53) અને જનકબેન કીરત સિંહ (ઉં. 58)નું મોત થયું છે.








