Friday, November 13, 2026
HomeInternationalયુદ્ધ સ્મારક પાસે હસી રહેલા અમેરિકી રક્ષા મંત્રી હેગસેથને ચૂપ કરાવનારા સૈનિકને...

યુદ્ધ સ્મારક પાસે હસી રહેલા અમેરિકી રક્ષા મંત્રી હેગસેથને ચૂપ કરાવનારા સૈનિકને મેડલ આપી સન્માનિત કરાયા

- Advertisement -

US Secretary of Defense awarded a medal to soldier who issued reprimand : પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ અને કોરિયન યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો જેમની ઓળખ થઈ શકી ન હતી તેમના માનમાં અમેરિકામાં યુદ્ધ સ્મારકો બનાવવામાં આવ્યા છે. જે પૈકીના સૌથી પ્રતિષ્ઠિત અને મોટા યુદ્ધ સ્મારક આર્લિંગ્ટન નેશનલ કબ્રસ્તાન (Arlington National Cemetery) ખાતે 11 નવેમ્બરે વાર્ષિક વેટરન્સ ડેના અવસરે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથ (Pete Hegseth) અને તેમની ટીમમાંથી કોઈના હસવાનો અવાજ આવતા તેમજ કેટલાક લોકો એકબીજા સાથે વાત કરતા હોવાથી એક સૈનિકે તેમને શાંતિ રાખવા સૂચના આપી હતી. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. હેગસેથને ઠપકો આપનારા સૈનિકને ખુદ રક્ષા મંત્રીએ સંયુક્ત સેવા પ્રશંસા મેડલ એનાયત કરી સન્માનિત કર્યા છે.

અમેરિકાના વાર્ષિક વેટરન્સ ડેના અવસરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને રક્ષા મંત્રી પીટ હેગસેથ આર્લિંગ્ટન નેશનલ કબ્રસ્તાન ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ હેગસેથે તેમની પત્ની જૅનિફર અને ત્રણ સલાહકારો રિકી બુરિયા, ટેમી રાડાબૉ તથા પેટ્રિક વીવર સાથે અજ્ઞાત સૈનિકની સમાધિ (Tomb of the Unknown Soldier) સામે તસવીરો પડાવી રહ્યા હતા. આ દરમિયાન જૂથમાંથી કોઈના હસવાનો અવાજ આવ્યો. કેટલાક લોકો એકબીજા સાથે વાત પણ કરી રહ્યા હતા.

- Advertisement -

જ્યાં ફરજ પર તૈનાત સૈનિક થોમસ ઇગ્લેસિયસે તેમને તરત જ ટોક્યા હતા અને બૂમ પાડી કહ્યું કે, ‘બધા લોકો દરેક સમયે શાંતિ અને સન્માન જાળવી રાખે.’ આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે સૈનિકનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે ઠપકો આપનારા સૈનિકને પોતે જ મેડલ આપીને સન્માનિત કર્યા છે. હેગસેથે લખ્યું, ‘અમે અમારા સૈનિકોને પ્રેમ કરીએ છીએ. અમને શિસ્ત અને નક્કી કરાયેલા ધોરણો પર ગર્વ છે. શાબાશ સ્પેશિયાલિસ્ટ, તમારું કામ ચાલુ રાખો.’

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular