DRI seized 22 kg of cocaine at Delhi International Airport : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ પશ્ચિમ આફ્રિકાના દેશ સિયેરા લિયોન (Sierra Leone) થી આવતી એક વિદેશી મહિલા મુસાફરને દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ (Delhi International Airport) અટકાવી 22 કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા માદક દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે. આ ઓપરેશનમાં એરપોર્ટ સુરક્ષાને થાપ આપવા માટે નકલી રાજદ્વારી ઓળખપત્રના ઉપયોગ (Use of fake diplomatic credentials) સાથે સંકળાયેલી એક અત્યંત જટિલ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે.
વિદેશી મહિલા મુસાફરે પોતે ડિપ્લોમેટિક કુરિયર હોવાનો દાવો કર્યો હતો અને તે એક મોટી બ્રીફકેસ જેવું બોક્સ લઈને જઈ રહી હતી. જેના પર ‘ડિપ્લોમેટિક મેઈલ’ (Diplomatic Mail) અને ‘અધિકાર વિના ખોલશો નહીં’ (Do Not Open Without Authority) જેવા નિશાન હતા. વિદેશી મહિલાએ દેખીતી રીતે નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કન્સાઈનમેન્ટ સંયુક્ત રાષ્ટ્ર (United Nations) ના ડિપ્લોમેટિક કુરિયરનું છે, જે સ્પષ્ટપણે તપાસથી બચવા માટે કરવામાં આવ્યું હતું.
ગુપ્તચર માહિતીના આધારે કાર્યવાહી કરતા DRI ના અધિકારીઓએ નિયત પ્રક્રિયા અનુસાર બ્રીફકેસની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. તપાસના પરિણામે પ્લાસ્ટિક રેપિંગના અનેક સ્તરોમાં છુપાવેલા 22 પેકેટો મળી આવ્યા હતા. પેકેટોમાંથી મળી આવેલા સફેદ, ઈંટ આકારના પદાર્થનું ફિલ્ડ ટેસ્ટિંગ દરમિયાન કોકેઈન હોવાનું પોઝિટિવ પરિણામ આવ્યું હતું.








