Sunday, November 8, 2026
HomeGujaratGandhinagarSMVS સ્વામીનારાયણ હોસ્પિટલમાં મહિલા કર્મચારીની બેગમાંથી ઝેરી સાપ નીકળ્યો, સાપને પકડી સુરક્ષિત...

SMVS સ્વામીનારાયણ હોસ્પિટલમાં મહિલા કર્મચારીની બેગમાંથી ઝેરી સાપ નીકળ્યો, સાપને પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો

- Advertisement -

Common krait snake was found at a hospital in Gandhinagar : ગાંધીનગરમાં આવેલી SMVS સ્વામીનારાયણ હોસ્પિટલમાં ગત મોડી રાતે કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. હોસ્પિટલના ભોંયરામાં એક મહિલા કર્મચારીની બેગમાંથી ઝેરી સાપ ઘૂસી જતાં હોસ્પિટલ સ્ટાફમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જો કે હોસ્પિટલ સ્ટાફે પર્યાવરણપ્રેમીની મદદ માગતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સાપને પકડી લઈ તેને સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો.

શનિવારની મધરાત્રિ બાદ એસએમવીએસ સ્વામીનારાયણ હોસ્પિટલ (SMVS Swaminarayan Hospital) ના ભોંયરામાં એક મહિલા કર્મચારીની બેગમાં સાપ નજરે પડ્યો હતો. મહિલા કર્મચારીની બેગમાં સાપ ઘૂસી ગયો હોવાની જાણ થતાં જ સ્ટાફ મેમ્બર્સ ગભરાઈ ગયા હતા. દરમિયાનમાં પર્યાવરણપ્રેમીને ઘટનાની જાણ કરાતા પ્રદીપ સોલંકી ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ પર દોડી આવેલા પ્રદીપ સોલંકીએ સાવચેતીપૂર્વક બેગની તપાસ કરતાં બેગના બાજુના ખાનામાં કોમન ક્રેટ (કાળોતરો) સાપ હોવાનું જણાયું હતું. સાપની પ્રજાતિમાં અતિ ઝેરી એવા ચાર સાપમાં આવતા કાળતોરાને સિફતપૂર્વક બેગમાંથી બહાર કાઢી તેને સુરક્ષિત સ્થળ પર છોડી દેવાયો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular