Wednesday, October 21, 2026
HomeGujaratAhmedabadAir India માં પ્રવાસ કરનારા અમદાવાદના પરિવારનું લગેજ 7 દિવસ ગુમ રહ્યું,...

Air India માં પ્રવાસ કરનારા અમદાવાદના પરિવારનું લગેજ 7 દિવસ ગુમ રહ્યું, અઢી લાખ વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

- Advertisement -

Court orders Air India to pay compensation : એર ઇન્ડિયામાં પ્રવાસ કરનારા એક પરિવારને રૂપિયા 2.50 લાખ રૂપિયાનું વળતર અને ખર્ચ ચૂકવવા ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને આદેશ આપ્યો છે. હવાઇ પ્રવાસ દરમિયાન લગેજ ગુમ થઈ જવાના મામલામાં વળતર ચૂકવવા હુકમ (Order to pay compensation in case of lost luggage) કર્યો છે.

જાન્યુઆરી 2015માં અમદાવાદનો એક પરિવાર સિંગાપોર (Ahmedabad to Singapore) ખાતે ફરવા માટે ગયો હતો. પરિવાર સિંગાપોર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચેક-ઈન કરાયેલો તેમનો સામાન મુકવા (લોડ)માં કરવામાં આવ્યો ન હતો. એરપોર્ટ પર સામાન ના મળ્યો ત્યારે પરિવારને એર ઇન્ડિયાના સ્ટાફે આગામી ફ્લાઇટમાં સામાન મોકલી આપવાની ખાતરી આપી હતી, પરંતુ એક સપ્તાહના પ્રવાસ દરમિયાન તેમનો સામાન તેમના સુધી પહોંચ્યો જ ન હતો. જેથી પરિવારને સિંગાપોરમાં કપડાં સહિતની જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવી પડી અને તેમાં 4,439 સિંગાપોર ડૉલર (અંદાજે 2.20 લાખ રૂપિયા) ખર્ચવા પડ્યા હતા. આ મામલે એર ઇન્ડિયાએ પ્રવાસી પરિવારને વળતર નહીં આપતા તેમણે ગ્રાહક સુરક્ષા અદાલતમાં ધા નાંખી હતી.

- Advertisement -

અદાલતે આ મામલે નોંધ્યું હતું કે, વિદેશ યાત્રા સમયે અચાનક સામાન ગુમ થઈ જવાથી પ્રવાસીઓ માત્ર અંગત ચીજવસ્તુઓથી જ વંચિત નથી રહેતા, પરંતુ તેમની રજાઓનો ઉત્સાહ અને આનંદ પણ બગડી જાય છે. કોર્ટે 1.5 લાખ રૂપિયા ઇમરજન્સી શોપિંગના વળતર પેટે તેમજ વધારાના 1 લાખ માનસિક ત્રાસ અને સેવાઓમાં બેદરકારી બદલ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular