Tuesday, October 13, 2026
HomeBusinessશેરબજારમાં છેલ્લા એક કલાકમાં એવુું શું થયું કે રોકાણકારોએ છાપ્યો ₹4.15 લાખ...

શેરબજારમાં છેલ્લા એક કલાકમાં એવુું શું થયું કે રોકાણકારોએ છાપ્યો ₹4.15 લાખ કરોડનો પ્રોફીટ

- Advertisement -

Indian Stock Market bull today news latest Update: ભારતીય શેરબજારમાં મંગળવારે દિવસના અંતિમ કલાક દરમિયાન જોરદાર તેજી જોવા મળી હતી. એક મહત્વપૂર્ણ સમાચાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીએ ઝડપ પકડી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરનો સેન્સેક્સ 1,100થી વધુ પોઇન્ટ ઉછળીને 73,000ની સપાટી પાર કરી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 22,700ની ઉપર બંધ થયો હતો. બજારમાં આવેલી આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં ₹4.15 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો.

મંગળવારે સેન્સેક્સ અગાઉના ટ્રેડિંગ સેશનના 71,924ના બંધ સ્તરની સરખામણીએ 71,951 પર ખુલ્યો હતો. શરૂઆતમાં બજારમાં સુસ્તી જોવા મળી હતી, પરંતુ દિવસ આગળ વધતાં ખરીદીમાં વધારો થયો હતો. બપોરે આશરે 2:30 વાગ્યે સેન્સેક્સ 72,600ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યારબાદ અંતિમ કલાકમાં તેમાં ઝડપી ઉછાળો આવ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 1,109 પોઇન્ટ એટલે કે 1.54 ટકાના વધારા સાથે 73,033.78 પર બંધ થયો હતો.

- Advertisement -

નિફ્ટીમાં પણ સમાન તેજી જોવા મળી હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં 22,363 પર બંધ થયેલો નિફ્ટી મંગળવારે 22,364 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તેમાં વધારો થયો અને બજાર બંધ થતાં નિફ્ટી 358 પોઇન્ટ એટલે કે 1.60 ટકાના ઉછાળા સાથે 22,721.95 પર પહોંચ્યો હતો.

શેરબજારમાં આવેલા આ ઉછાળાની અસર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશન પર પણ જોવા મળી હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારે બજાર બંધ સમયે ₹4,70,07,567.40 કરોડ નોંધાયું હતું, જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે તે ₹4,65,91,974.21 કરોડ હતું. આ બંને આંકડાઓ વચ્ચેના તફાવત મુજબ રોકાણકારોની સંપત્તિમાં ₹4,15,593 કરોડનો વધારો થયો હતો.

બજારમાં તેજી પાછળનું એક મહત્વનું કારણ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની લોંગ-ટર્મ કેપિટલ ગેઇન (LTCG) અને શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન (STCG) ટેક્સ અંગેની ટિપ્પણી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે LTCG ટેક્સના માળખા અંગે રોકાણકારોની ચિંતાઓ અને પ્રતિભાવો સાંભળવા સરકાર તૈયાર છે. બજેટ પહેલાં LTCG ટેક્સ દૂર કરવાની અથવા તેની સમીક્ષા કરવાની માગ રોકાણકારો અને બજારના નિષ્ણાતો તરફથી થઈ રહી હોવાના અહેવાલ વચ્ચે આ નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. બજેટ-2024માં ઇક્વિટી પર LTCG ટેક્સ વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો હતો.

- Advertisement -

મંગળવારની તેજી દરમિયાન મોટા શેરોમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. BSE લાર્જકેપ કેટેગરીમાં HCL ટેક્નોલોજીસનો શેર 8.28 ટકા, TCSનો શેર 6.59 ટકા, ટેક મહિન્દ્રાનો શેર 4.90 ટકા, ઇન્ફોસિસનો શેર 4.44 ટકા, HULનો શેર 2.94 ટકા અને ટ્રેન્ટનો શેર 2.61 ટકા વધારા સાથે બંધ થયા હતા. જોકે, શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં પોતાના નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular