Tuesday, October 13, 2026
HomeGujaratAhmedabad158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર...

158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

- Advertisement -

158 refugees awarded Indian citizenship certificates : અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’માં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) અને અન્ય મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંઘવીએ જણાવ્યું હતું કે, દિવાળીને હજુ 20 દિવસની વાર છે, પરંતુ ભારતની નાગરિકતા મેળવીને આજે આ 158 પરિવારોમાં અત્યારથી જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે.

નાયબ મુખ્યમંત્રીએ નાગરિકતા સુધારા કાયદા (CAA) ના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, રાજકીય સ્વાર્થ માટે સીએએનો વિરોધ કરનારા લોકો આ પિડીત પરિવારોની દર્દનાક યાતનાઓને ક્યારેય સમજી શકે નહીં. વક્તવ્ય દરમિયાન નાયબ મુખ્યમંત્રી સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નિર્મલાજી, કુંવરબેન અને નંદલાલજી જેવા પરિવારોની આપવીતી યાદ કરી હતી. તેમણે ખાસ કરીને દીકરી ધારા સિંધુનો ઉલ્લેખ કર્યો હતો, જેણે શારીરિક પડકારો છતાં સ્પોર્ટ્સ (ટેબલ ટેનિસ/ફ્લોર ગેમ્સ) માં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ કક્ષાએ મેડલ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય નાગરિકતા મળ્યા બાદ હવે આ પરિવારોમાંથી આવનારી પેઢીઓ ડોક્ટર, એન્જિનિયર અને ખેલાડી બનીને દેશ તથા રાજ્યની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.

- Advertisement -

ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ એન્ડ ડિરેક્ટર ઓફ સિટિઝન રજિસ્ટ્રેશન સુજલ મયાત્રા (Sujal Mayatra) એ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતી સમુદાયોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1500થી વધુ લોકોને નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 2016 અને 2018ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને ‘સિટીઝનશિપ એક્ટ-1955’ની કલમ-5 અને 6 અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરોને એનાયત કરાઈ છે, જેમાં વર્ષ 2017થી 2025 સુધીમાં 1200થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular