CJP Protest latest update : 56 ની છાતીના બણગાં ફૂંકતી નરેન્દ્ર મોદી સરકાર હાલમાં ગજબની ધ્રુજી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં આજે કોક્રોચ જનતા પાર્ટી દ્વારા ફેર ઈલેક્શન થાય તેવી માગ સાથે ધરણાં પ્રદર્શન કરવા લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું. જેના પછી સરકારની 56ની છાતીમાં એટલો ફફડાટ થયો કે, દિલ્હીમાં રીતસર લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી હતી. ટ્રેન બંધ, મેટ્રો બંધ, કેટલાક વિસ્તારમાં ઈંટરનેટ બંધ. જોકે આજે વહેલી સવારથી જ સમાચાર સામે આવવા લાગ્યા છે કે પોલીસે જેમ યુવાન વંદાઓને ચાલુ ટ્રેન થોભાવી ઉચકી લીધા હતા તેમ તેમના નેતાઓને પણ ફ્લાઈટમાંથી જ ઉચકી લીધા છે. હાલમાં જ અભિજિત દીપકેના સાથી સૌરવ દાસે પણ એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે સરકારી તંત્રનો ખડકલો બતાવતા લખ્યું હતું કે, સરકાર તેના જ નાગરિકો સામે યુદ્ધમાં છે.
સામાન્યતઃ આપણે ત્યાં પોલીસનો ઉપયોગ મોટા ભાગે સત્તાધારીઓએ પોતાના મનસુબા પુરા કરવા જ થતો આવ્યો છે અને પોલીસે ભરપુર તેમાં સાથ આપ્યો હોય તેવી ઘણી ઘટનાઓ પણ બની ચુકી છે. આજે દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે, જેને લઈને રાજધાનીને એક અભેધ કિલ્લામાં ફેરવી નાખવામાં આવી છે. જંતર મંતર 2.0નું એલાન કરવામાં આવ્યું છે. જેને પગલે 20 હજાર જવાનો, 300 કેમેરા ખડકી દેવામાં આવ્યા છે. 50થી વધુ ટ્રેન અને મેટ્રો સ્ટેશનો બંધ રી દેવાયા છે.
આજે દિલ્હી પોલીસના બહાદુર જવાનો સરકારની ગભરાટનો પુરાવો આપવા દિલ્હી એરપોર્ટના એ પ્લેનમાં દાખલ થઈ ગયા જ્યાં ફ્લાઈટ થોડી જ મીનીટો પહેલા IGI એરપોર્ટ પર ઉતરી હતી. આ ફ્લાઈટમાં કોક્રોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ સહિતનાઓની અટકાયત કરી લીધી હતી. જોકે આ દરમિયાનમાં અભિજિત દિપકેએ કહ્યું કે, હું અહીં એરેસ્ટ થવા જ આવ્યો છું, મારી ધરપકડ કરો. પણ તમે ફ્લાઈટની અંદર કેવી રીતે આવી ગયા?
આ બાજુ જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી કે જે આ આંદોલનને ટેકો કરવા જર્મનીથી ભારત આવ્યા હતા તેમને પણ પોલીસને ઉચકી લીધા હતા. ગત રાત્રે જ તેમણે દિલ્હી પહોંચીને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે દિલ્હીની તે સમયની જડબેસલાક સ્થિતિનું વર્ણન કર્યું હતું.
દિલ્હી પોલીસે જાણે મીર માર્યો હોય તેવું સેલેબ્રેશન IT સેલમાં જોવા મળી રહ્યું છે. x પર પ્રદર્શનકારીઓની અટકાયતોને લઈને ભારે સેલેબ્રેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જે હેશટેગ્સ હાલ ટ્રેન્ડિંગમાં પણ છે.
આ બાજુ આજે સવારે JNU બહાર નારા લગાવતા યુવાનોને પણ પોલીસે ઉચકી લીધા હતા. દિલ્હીને જોડતા હાઈવેઝ પર પણ પોલીસની તૈનાતી જડબેસલાક છે. ધોળાકુવા વિસ્તારમાં પણ ઘણા કંટેટ ક્રિએટર્સ સહિત પ્રદર્શનકારીઓને પોલીસે ઉઠાવી લીધા હતા.








