Friday, September 18, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના મલ્ટીપ્લેક્સ PVR INOX માં રોકડા લઈને જશો તો મૂવી જોવા નહીં...

અમદાવાદના મલ્ટીપ્લેક્સ PVR INOX માં રોકડા લઈને જશો તો મૂવી જોવા નહીં મળે ?, વકીલ ઉત્કર્ષ દવેએ કાનૂની નોટિસ ફટકારી

- Advertisement -

Gujarat lawyer sends legal notice to PVR INOX for forced UPI payment : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સહિત રાજ્યના અનેક ચકચારી કેસમાં પીડિતોના વકીલ એવા ઉત્કર્ષ દવે (Utkarsh Dave) ને અમદાવાદના પેલેડિયમ મોલ (Palladium Mall Ahmedabad) માં કડવો અનુભવ થયો છે. ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ના વકીલ ઉત્કર્ષ દવેને અમદાવાદના પેલેડિયમ મોલ સ્થિત આઉટલેટ પર UPI વાપરવાની ફરજ પાડવામાં આવી હતી. PVR INOX માં ટિકિટ ખરીદી વખતે રોકડ સ્વીકારની સ્પષ્ટ ના પાડવામાં આવતા આ મામલે એડવોકેટ ઉત્કર્ષ દવેએ PVR INOX ને કાનૂની નોટિસ ફટકારી છે. વકીલ ઉત્કર્ષ દવેનો આરોપ છે કે, ગ્રાહકોને મૂવી ટિકિટ અને ખાણી-પીણી માટે UPI વાપરવાની ફરજ પાડવામાં આવે છે.

શું થયું વકીલ ઉત્કર્ષ દવે સાથે ?

- Advertisement -

ગત 13 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં રહેતા ઉત્કર્ષ દવે ‘મિર્ઝાપુર: ધ મૂવી’ (Mirzapur The Movie) જોવા પેલેડિયમ મોલ સ્થિત PVR INOX મલ્ટીપ્લેક્સમાં ગયા હતા. જ્યાં ટિકિટ ખરીદતી વખતે તેમણે રોકડ આપતા તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઉત્કર્ષ દવેએ આપેલી નોટિસ અનુસાર તેમણે UPI દ્વારા 475 રૂપિયા ટિકિટ ખરીદી પેટે ચૂકવ્યા હતા. દવેએ વધુમાં આરોપ મૂક્યો છે કે, જ્યારે તેઓ ખાણી-પીણીની વસ્તુ ખરીદવા ગયા ત્યારે પણ તેમની પાસેથી રોકડનો અસ્વીકારવા કરાતા તેમણે UPI દ્વારા બીજા 420 રૂપિયા ચૂકવ્યા હતા. PVR INOX ને 16 સપ્ટેમ્બરના રોજ મોકલવામાં આવેલી કાનૂની નોટિસ સાથે બંને વ્યવહારની નકલ જોડવામાં આવી છે.

નોટિસમાં RBI નો કેમ ઉલ્લેખ છે ?

ઉત્કર્ષ દવેએ કહ્યું છે કે, તેમનો વાંધો PVR INOX દ્વારા UPI, ક્રેડિટ કાર્ડ અથવા અન્ય ડિજિટલ પેમેન્ટ વિકલ્પો પૂરા પાડવા સામે નથી, પરંતુ રોકડ રકમનો અસ્વીકાર કરવાને લઈને છે. તેમની નોટિસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ 1934ની કલમ 26(1)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે Reserve Bank of India દ્વારા જારી કરાયેલી ચલણી નોટોને સમગ્ર ભારતમાં કાયદેસરના નાણાં (Legal Tender) તરીકે માન્યતા આપે છે.

- Advertisement -

દવેએ દલીલ કરી છે કે, ગ્રાહકો સાથે વ્યવહાર કરતી સંસ્થા દ્વારા રોકડનો સંપૂર્ણ અસ્વીકાર કરવો અને ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવાની રીત અંગે પ્રશ્નો ઊભા કરે છે. તેમણે ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019’ (Consumer Protection Act 2019) નો પણ ઉલ્લેખ કર્યો છે અને PVR INOX ને સ્પષ્ટતા કરવા કહ્યું છે કે, શું તેમની પાસે માત્ર ‘કેશલેસ’ (Cashless) વ્યવહારની નીતિ છે અને જો તેમ હોય તો આવી નીતિનો કાનૂની આધાર શું છે ? નોટિસ અનુસાર, જો PVR INOX ની રોકડ ચૂકવણી અંગે કોઈ પ્રતિબંધાત્મક નીતિ હોય તો તે વેચાણના સ્થળોએ સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ અને ગ્રાહક પેમેન્ટનો પ્રયાસ કરે તે પહેલાં તેમને તે વિશે જાણ કરવી જોઈએ.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular