Wednesday, September 16, 2026
HomeGujaratBhavnagarભાવનગર મેક્સસ સિનેમા નિયમભંગની દુકાન બની, કલેક્ટર મનીષકુમાર બંસલે ટિકિટ વેચાણનો પરવાનો...

ભાવનગર મેક્સસ સિનેમા નિયમભંગની દુકાન બની, કલેક્ટર મનીષકુમાર બંસલે ટિકિટ વેચાણનો પરવાનો મોકૂફ કર્યો

- Advertisement -

Bhavnagar Collector suspended license of Maxis Cinema : ભાવનગર શહેરના જાણીતા મેક્સસ સિનેમા બોક્સ ઓફિસ પરથી થતું ટિકિટ વેચાણ બંધ થઈ ગયું છે. મેક્સસ સિનેમાના સંચાલકે ફાયર સેફ્ટી, પાર્કિંગની સવલતના અભાવ તેમજ બોગસ જીએસટી ટેક્સ ઇનવોઈસના કારણોને ટાંકી કલેક્ટર મનીષકુમાર બંસલે (Manish Bansal) આકરો નિર્ણય લીધો છે. ભાવનગરમાં પ્રથમ વખત સિનેમા ઘરનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું હોવાની ઘટના ટોક ઑફ ધ ટાઉન (Talk of the town) બની છે.

ગત 7 સપ્ટેમ્બરના રોજ ભાવનગર હિમાલયા મોલ ખાતે બીજા માળે આવેલા મેક્સસ સિનેમાની મુલાકાત લઈ સિટી મામલતદારે આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન સિનેમા ઘરનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટની સમયઅવધિ ગત 19 જૂનના રોજ સમાપ્ત થઈ ગઈ હોવા છતાં રિન્યુ માટે અરજી પણ કરી ન હતી. શોપિંગ મોલમાં આવેલા સિનેમાનું પાર્કિંગ અલગ રાખવાનું હોવા છતાં તે વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સિનેમા ચલાવવા કરાયેલો ભાડા કરાર રીન્યુ કરાયો નથી અને બારોબાર અન્ય એજન્સીને કરારથી આપી છે.

- Advertisement -

મેક્સિસ સિનેમાના લાયસન્સ ધારકે જીએસટી ટેક્સ ઇનવોઈસ માગતા શ્રીજી સિનેમાનું ઇનવોઈસ રજૂ કરાયું હતું, પરંતુ જે લાયસન્સ ધારકના જીએસટી નંબરથી વિપરીત (Fake GST tax invoice) હતું. આ ઉપરાંત લાયસન્સ અનુસાર મેનેજર અને ટિકિટ વેચાણ કર્મચારીના નામ દર્શાવ્યા હતા તે પૈકી મેનેજર હાજર ન હતા. સિનેમા ઘરમાં સ્વચ્છતા માટે જરૂરી એવી કચરા પેટીઓ અને થૂંકદાનીઓ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવી ન હતી. આ સિનેમા ઘરમાં એક્ઝિક્યુટિવ એન્જીનીયર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, આરોગ્ય અધિકારી અને અગ્નિશામક અધિકારીઓ સમયાંતરે મુલાકાત નહીં લીધી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular