Wednesday, September 2, 2026
HomeGujaratGandhinagarકરોડોની જમીન પચાવી પાડવાનો કારસો રચનારા કૌટુંબિક જમાઈ સહિત ચાર સામે નોંધાયો...

કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો રચનારા કૌટુંબિક જમાઈ સહિત ચાર સામે નોંધાયો ગુનો, વૃદ્ધા નેપાળ હતા તે સમયે સોદો થયો

- Advertisement -

Conspiracy to grab land worth crores in Gandhinagar based on bogus documents : ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન (Adalaj Police Station) માં કરોડો રૂપિયાની વડિલોપાર્જિત જમીન પચાવી પાડવા રચાયેલા એક ષડયંત્રના મામલામાં પોલીસે ફરિયાદ નોંધી છે. વૃદ્ધ મહિલાની ભાણીના પતિએ જ પોતાના માસી સાસુની કરોડો રૂપિયાની જમીનનો 51 લાખમાં સોદો કર્યો હોવાનો બોગસ વેચાણ કરાર (Bogus sales contract) ઉભો કર્યો હતો. આ મામલે મુખ્ય સૂત્રધાર હિતેશ પટેલ અને તેના ત્રણ સાગરિતો સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

મૂળ ગાંધીનગર જિલ્લાના અડાલજના વતની અને હાલ કચ્છના અંજાર ખાતે રહેતા ભગવતીબહેન આદરભાઈ પટેલ (ઉ.78)ની કરોડો રૂપિયાની વડિલોપાર્જિત જમીન અડાલજ ખાતે આવેલી છે. વર્ષ 2011માં ભગવતીબહેનના ભત્રીજાએ છેતરપિંડી આચરી જમીનના રેવન્યુ રેકર્ડમાંથી તેમનું નામ કઢાવી નાંખ્યું હતું. જે અંગે વૃદ્ધાએ અપીલ કરતા પ્રાંત અધિકારીએ ભગવતીબહેનનું નામ ફરીથી જમીનમાં ઉમેરી દેવા હુકમ કર્યો હતો.

- Advertisement -

જમીનના રેવન્યુ રેકર્ડમાંથી નામ કમી કરી દેવાયું ત્યારે આ સમગ્ર કેસની દેખરેખ ભગવતીબહેનના ભાણીનો પતિ હિતેશ બાલુભાઈ પટેલ (રહે. પ્રાંતિયા, તા.જિ. ગાંધીનગર) રાખતો હતો. ભગવતીબહેન પાસે હિતેશ પટેલે આ કેસ દરમિયાન કેટલાંક પેપર પર સહીઓ મેળવી લીધી હતી. ફેબ્રુઆરી-2024માં ગાંધીનગરના એક વકીલ મારફતે નોટિસ મળી હતી. જે નોટિસ અનુસાર 1 એપ્રિલ 2010ના રોજ જમીન 51 લાખમાં નોટરાઈઝ વેચાણ કરારથી આપી 40 લાખ રોકડા મેળવ્યા છે.

વેચાણ કરાર નોટરાઈઝ થયો હતો તે તારીખોમાં ભગવતીબહેન26 માર્ચ 2010થી 6 એપ્રિલ 2010 દરમિયાન તેમના પતિ સાથે કૈલાશ માનસરોવર યાત્રામાં હતા. આથી દસ્તાવેજોની તપાસ કરાતા વિશાલ પટેલ અને હિતેશ પટેલને ખરીદાર તરીકે દર્શાવાયા હતા. બોગસ ભળતી સહીઓ અને સ્ટેમ્પ પેપર ખરીદનારનું બોગસ સરનામું અને રોકડ 5 લાખ આપ્યાની બોગસ પાવતી સહિતના પુરાવા સામે આવતા આ મામલે સિટમાં ફરિયાદ થઈ હતી. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરી (Gandhinagar DSP Office) ખાતે થયેલી પ્રાથમિક તપાસ બાદ અડાલજ પોલીસે ગુનો નોંધ્યો છે. અડાલજ પોલીસે હિતેશ બાલુભાઈ પટેલ, સાક્ષી તરીકે સહી કરનારા સુરેશ એ. પટેલ, લાલા રમુભાઈ ભરવાડ અને સંજય આર. ભરવાડને ફરિયાદમાં આરોપી દર્શાવ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular