Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadમનપસંદ જીમખાના કેસમાં સંચાલક, કેશિયર સહિત 9 આરોપી રિમાન્ડ પર, SMC આંગડિયા...

મનપસંદ જીમખાના કેસમાં સંચાલક, કેશિયર સહિત 9 આરોપી રિમાન્ડ પર, SMC આંગડિયા અને UPI ટ્રાન્ઝેકશનના વ્યવહારો શોધશે

- Advertisement -

Manpasand Gymkhana Gambling Raid Case : અમદાવાદના દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 187 આરોપીઓ મળ્યા છે. SMC Raid માં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાંથી જુગાર રમવા આવેલા શકુનીઓનો લગભગ 45 કલાક બાદ જામીન પર છુટકારો થયો છે. જ્યારે જીમખાના સંચાલક ગોવિંદ ખોડીદાસ પટેલ ઉર્ફે ગામા, કેશિયર ધવલ તેમજ જુગારના ટેબલ ભાડે રાખનારા 7 શખસોને અદાલતમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ (Accused including Govind Patel alias Gama on remand) મેળવ્યા છે. રિમાન્ડ મેળવવા પાછળનું મુખ્ય કારણ જુગારના અડ્ડા ખાતે થતી હાર-જીતના નાણાની રોકડ લેવડદેવડ આંગડિયા પેઢીઓ (Angadia Connection with Manpasand Gymkhana) થકી થતી હતી. દરોડા સમયે જુગાર રમવા આવેલા આરોપીઓએ જમા કરાવેલી મોટી રોકડ રકમ શોધવાની બાકી છે.

મનપસંદ જીમખાના ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલને દરોડા દરમિયાન 3.30 લાખ રૂપિયાની જ રોકડ હાથ લાગી છે. એક રાતમાં જ્યાં લાખો રૂપિયાનો જુગાર રમાતો હતો ત્યાંથી પોલીસને મામૂલી રકમ હાથ લાગતા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી હતી. અમદાવાદના માધવપુરામાં આવેલી પી.એમ. આંગડિયા, આર.કે. આંગડિયા, રમેશ કાંતી અને એચ.આર. આંગડિયા થકી જુગારના લાખો રૂપિયાની લેવડ-દેવડની વિગતો હાથ લાગી હતી. આ ઉપરાંત UPI ટ્રાન્ઝેકશનનો પણ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. જુગારના અડ્ડામાં થતા ગેરકાયદેસર આર્થિક વ્યવહારોના મૂળ સુધી જવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના તપાસ અધિકારીએ અદાલત પાસે 9 આરોપીઓના રિમાન્ડ મેળવવા રજૂઆત કરી હતી.

- Advertisement -

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એચ.ડી.રાજપરા (H D Rajpara) એ કુલ 9 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. જેમાં જીમખાના સંચાલક ગોવિંદ ખોડીદાસ પટેલ ઉર્ફે ગામા, કેશિયર ધવલ તેમજ જુગારના ટેબલ ભાડે રાખનાર આનંદ ઠાકોર, કિશોર પઢીયાર, સત્તાર વોરા, સલીમ મનસુરી, દિનેશ ભાવસાર અને લક્ષ્મણ પરમારનો સમાવેશ થાય છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular