Thursday, July 9, 2026
HomeNationalચીન સરકારના આંકડાઓ સામે સવાલ ઉઠાવનારા અર્થશાસ્ત્રીનું શંકાસ્પદ મોત, સરકારે મૃત્યુનું કારણ...

ચીન સરકારના આંકડાઓ સામે સવાલ ઉઠાવનારા અર્થશાસ્ત્રીનું શંકાસ્પદ મોત, સરકારે મૃત્યુનું કારણ બિમારી કહ્યું

- Advertisement -

Suspicious death of economist who questioned China’s GDP data : ચીનના જાણીતા અર્થશાસ્ત્રી ગાઓ શાનવેનનું 55 વર્ષની વયે નિધન (Renowned Chinese economist Gao Shanwen passes away) થયું છે. શાનવેન મૃત હાલતમાં મળી આવતા ચીન સરકાર સામે સવાલો ઉભા થયા છે. કારણ કે, આ એ જ અર્થશાસ્ત્રી છે જેમણે ચીનની અર્થ વ્યવસ્થા તેમજ GDP સહિતના સરકારી આંકડાઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ ચીનના સરકારી મીડિયાએ પ્રખ્યાત અર્થશાસ્ત્રીના મોત પાછળ તેમની બિમારી જવાબદાર હોવાનું કારણ આપ્યું છે.

અર્થશાસ્ત્રી ગાઓ શાનવેને જ્યારે ચીનની અર્થવ્યવસ્થા, GDP અને સરકારી આંકડાઓ પર ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા ત્યારે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 2021-2023 દરમિયાન ચીનનો GDP ગ્રોથ વાસ્તવિકતા કરતાં 10 ટકા વધુ દર્શાવાયો છે. તેઓ અગાઉ ચીનની અર્થવ્યવસ્થા, મંદી અને બેરોજગારી (China’s economy, recession and unemployment) સહિતના મુદ્દે અનેક વખત ચિંતા પણ વ્યક્ત કરી ચૂક્યા હતા. ચીન જેવા દેશમાં જ્યાં મુક્ત અવાજને દબાવી દેવામાં આવે છે તેવા સંજોગો હોવા છતાં શાનવેને નિડર બનીને સત્ય બોલતા રહ્યાં. ચીનના સરકારી મીડિયાના અહેવાલો (Chinese state media reports) મુજબ, શાનવેનનું મોત ચોક્કસ ક્યારે થયું તેની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેમને ચીનના કેપિટલ માર્કેટના સૌથી પ્રભાવશાળી મેક્રો-ઇકોનોમિસ્ટ્સમાંના એક ગણાવ્યા છે. ગાઓ 2024 ના અંતમાં વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન ચીનની જીડીપી અંગે ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમના દાવા અનુસાર છેલ્લા બે-ત્રણ વર્ષમાં ચીનનો વાસ્તવિક જીડીપી દર સરેરાશ લગભગ 2 ટકા જ રહ્યો હશે. જે સરકારી ડેટા (લગભગ 5 ટકા) કરતાં ઘણો ઓછો છે.

- Advertisement -

એ ચર્ચા અનુસાર શાનવેનના નિવેદનોના કારણે ચીનના નેતાઓ ભારે નારાજ હતા. આથી સરકારે તેમના પર અનિશ્ચિતકાળ સુધી જાહેરમાં બોલવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ચીન સરકારે શાનવેનના વિડીયો, આર્ટિકલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ડિલીટ કરાવી દીધા હતા. જો કે, આ તમામ વિવાદો વચ્ચે તેમણે પોતાના મિત્રોને જણાવ્યું હતું કે જાન્યુઆરી-2025માં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular