Sunday, June 21, 2026
HomeGujaratAhmedabadAhmedabad : સરદારનગરના કોર્પોરેટરના કાર્યાલય સામે મકાનમાં સ્ટ્રીટ લાઈટ પોલ ચણી લેવાયો,...

Ahmedabad : સરદારનગરના કોર્પોરેટરના કાર્યાલય સામે મકાનમાં સ્ટ્રીટ લાઈટ પોલ ચણી લેવાયો, ગેરકાયદેસર બાંધકામનો ઉત્તમ નમૂનો

- Advertisement -

Illegal constructions continue in Ahmedabad city : અમદાવાદ શહેરનો એક પણ વોર્ડ કે વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ નહીં થયા હોય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની મીલીભગત તેમજ લાપરવાહી (Collusion and negligence of the Estate Department of AMC) થી શહેરમાં બેફામપણે ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે અને થઈ રહ્યાં છે. શહેરના સરદારનગર વોર્ડમાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે, મકાન માલિકે તેના નવી બની રહેલાં ઘરના આગળના ભાગે રહેલા સ્ટ્રીટ લાઈટ પોલ (વીજ થાંભલો) ચણતરમાં ચણી લીધો (Street light pole attached to private house) છે. આ મામલો સામે આવતા જ ગાઢ નિંદ્રામાં રહેલા એસ્ટેટ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

અમદાવાદના સરદારનગર વોર્ડના કોર્પોરેટર સન્ની ખાનચંદાનીના કાર્યાલય સામે જ એક મકાન બંધાઈ ગયું છે. લાલુમલ કલ્યાણી નામનો વ્યક્તિ મકાન બનાવી રહ્યો છે અને આ શખસે રોડ પર આવેલો વીજ થાંભલો મકાનના ચણતરમાં સામેલ કરી લીધો છે. ગેરકાયદેસર બાંધકામનો આ ઉત્તમ નમૂનો છે તેવી જાણકારી મળતા AMCનો એસ્ટેટ વિભાગ દોડતો થઈ ગયો છે. બીજી તરફ મકાન માલિક લાલુમલ પોતાનાથી આ ગુનો થયો છે અને તે વીજ થાંભલાની આસપાસ કરી દેવાયેલું બાંધકામ તોડી નાંખવા તેયાર થઈ ગયો છે. આ સમગ્ર મામલામાં મકાન માલિકે બાંધકામની કાયદેસરની મંજૂરી લીધી હતી કે કેમ ? તે એક મોટો સવાલ છે. શહેરભરમાં દબાણ હટાવવાની સતત કાર્યવાહી થઈ રહી હોવાના દાવા કરતા એસ્ટેટ વિભાગના ધ્યાને આ ગેરકાયદેસર બાંધકામ ધ્યાને જ ના આવ્યું તે એક મોટી ઘટના છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular