નવજીવન ન્યૂઝ, ભાવનગર : ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર દરિયામાં ન્હાવા પડેલા ત્રણ બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. ગરમીના કારણે સરતાનપર બંદર નજીક દરિયામાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ત્રણ બાળકો પૈકી બેના મોત નિપજ્યા (Two children die after drowning in Bhavnagar sea) છે. જ્યારે એક બાળકીને સ્થાનિક માછીમારોએ ડૂબતા બચાવી લીધી છે.
તળાજાના સરતાનપર બંદર નજીક દરિયામાં ન્હાવા માટે એક જ પરિવારના ત્રણ બાળકો પડ્યા હતા. દરિયામાં કરંટ તેમજ તોફાની મોજાઓના કારણે આ બાળકો અંદર તણાઈ જતા બૂમો પાડવા લાગ્યા હતા. આ સમયે સ્થળ પર હાજર માછીમારોએ બાળકોને બચાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું. એક બાળકીને માછીમારો હેમખેમ બચાવી લીધી હતી. જ્યારે બે બાળકો કરંટના કારણે વધુ અંદર તણાઈને ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા. તોફાની મોજા વચ્ચે દરિયામાં ચાલેલા સર્ચ ઑપરેશન દરમિયાન બંને બાળકોના મૃતદેહ તરવૈયા બહાર કાઢી લાવ્યા હતા. બંને બાળકોને 108માં તળાજાની સરકારી હૉસ્પિટલ (Talaja Government Hospital) માં લઈ જવાતા તેમને હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા.








