બંકિમ પટેલ (નવજીવન ન્યૂઝ, અમદાવાદ) : Gujarat Police માં હાલ ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ ચર્ચામાં છે. રાજ્ય પોલીસમાં સૌથી વધુ કોઈ સત્તા ભોગવતું હોય તો તે નામમાં IPS KLN Rao મોખરે છે. એક સમય હતો કે, રાજ્ય સરકાર તેમની સામે જોતી પણ ન્હોતી. જેલોના વડા તરીકે ઑક્ટોબર-2019માં મુકાયેલા કે.એલ.એન. રાવે સાડા છ વર્ષ રહેવાનો રેકોર્ડ સર્જયો છે. આથી પણ વિશેષ રેકૉર્ડ તેમની પાસે રાજ્યની સૌથી મહત્વની ગણાતી એજન્સી સીઆઈડી ક્રાઈમ (CID Crime Gujarat) અને રાજ્ય પોલીસ વડાનો વધારોનો ચાર્જ છે. ગુજરાત પોલીસના ઇતિહાસ (History of Gujarat Police) માં ડૉ. રાવ એવા અધિકારી છે, જેમની પાસે જેલ, શક્તિશાળી પોલીસ એજન્સી અને રાજ્ય પોલીસ વડાનું હંગામી પદ છે. આમ છતાં ડૉ. કે.એલ.એન. રાવને એક સવાલ સતાવે છે અને તે છે તેમને સરકાર ક્યારે DGP Gujarat નું કાયમી પદ આપશે.
માર્ચ મહિનાના અંતમાં 1991ની બેચના ડૉ. શમશેરસિંઘ (Shamsher Singh) નિવૃત્ત થઈ ગયા છે. રાજ્યમાં ચૂંટણીઓ પણ પૂરી થઈ ગઈ, પરંતુ સરકારે હજી સુધી 1992ની બેચના ડૉ. કે.એલ.એન. રાવને લઈને કોઈ નિર્ણય લીધો નથી. હાલ ગુજરાત પોલીસ બેડામાં ડૉ. રાવ ભારે ચર્ચામાં છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) નું વર્ષ 2025ના અંતિમ દિવસે એક્સટેન્શન પિરીયડ પૂરો થતાં ઑક્ટોબર-2025થી સીઆઈડી ક્રાઈમના વડા તરીકે નિયુક્ત થયેલાં ડૉ. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી (Dr. K. Laxmi Narayan Rao DGP in-charge) બનાવવામાં આવ્યા. અત્રે નોંધનીય છે કે, 6 મહિનાથી ઈન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવતા ડૉ. રાવ અગાઉ પણ અનેક IPS અધિકારી ઇન્ચાર્જ રાજ્ય પોલીસ વડા (Gujarat HoPF) તરીકે ગુજરાતમાં ફરજ બજાવી ચૂક્યાં છે.








