Monday, May 25, 2026
HomeGujaratઅરવલ્લીમાં SPનો 'સફાયો': ઈસરી પોલીસ સ્ટેશનના 17 કર્મીઓની સાગમટે બદલી, 'વહીવટદારો'માં ફફડાટ

અરવલ્લીમાં SPનો ‘સફાયો’: ઈસરી પોલીસ સ્ટેશનના 17 કર્મીઓની સાગમટે બદલી, ‘વહીવટદારો’માં ફફડાટ

- Advertisement -

મુખ્ય મુદ્દા:
અરવલ્લીના નવા SP મનોહરસિંહ જાડેજાનો ઐતિહાસિક નિર્ણય, ઈસરી પોલીસ સ્ટેશનના ૧૭ પોલીસકર્મીઓની એક ઝાટકે મોડાસા ટાઉનમાં બદલી.
રાજસ્થાન બોર્ડર પર આવેલા આ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ અને ‘વહીવટદારો’ના નેટવર્ક પર તરાપ મારવાનો સ્પષ્ટ સંકેત.
એક જ પોલીસ સ્ટેશનના આટલા કર્મીઓની સાગમટે બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ અને અનેક તર્ક-વિતર્ક.
આગામી સમયમાં જિલ્લામાં બદલીનો વધુ એક દોર શરૂ થવાની પોલીસકર્મીઓમાં ચર્ચા.

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જિલ્લાના નવા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસ બેડામાં ભૂકંપ સર્જ્યો છે. તેમણે એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેની ચર્ચા સમગ્ર રાજ્યના પોલીસ વિભાગમાં થઈ રહી છે. એસપી જાડેજાએ ઈસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૧૭ પોલીસકર્મીઓની એક જ ઝાટકે સાગમટે બદલી કરી તેમને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૂકી દીધા છે. આ પગલાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને ‘વહીવટદારો’ના રાજ પર તરાપ મારવાનો સ્પષ્ટ સંકેત મળ્યો છે.

- Advertisement -

‘વહીવટદારો’ અને દારૂની હેરાફેરી પર તવાઈ?

રાજસ્થાનની સરહદે આવેલું મેઘરજ તાલુકાનું ઈસરી પોલીસ સ્ટેશન પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ માટે અત્યંત સંવેદનશીલ ગણાય છે. જિલ્લામાં એવી ચર્ચા જગજાહેર છે કે કેટલાક ખાનગી ‘વહીવટદારો’ પોલીસ અધિકારીઓને દારૂની હેરાફેરીની એકલ-દોકલ બાતમીઓ આપીને પોતાની મોટી લાઈન ચલાવતા હોય છે. નવા એસપી મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા જ પ્રોહિબિશનની કડક અમલવારીના સંકેત આપ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ સાગમટે બદલી એ જ દિશામાં લેવાયેલું એક કડક અને નિર્ણાયક પગલું છે, જેનો હેતુ વર્ષોથી જામી ગયેલા નેટવર્કને તોડવાનો છે.

ઐતિહાસિક બદલી અને પોલીસ બેડામાં ખળભળાટ

- Advertisement -

એક જ પોલીસ સ્ટેશનના આટલા મોટા પ્રમાણમાં પોલીસકર્મીઓની સાગમટે એક જ જગ્યાએ બદલી કરી દેવાઈ હોય તેવો આ કદાચ પ્રથમ કિસ્સો છે. આ નિર્ણયથી અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસકર્મીઓમાં ચર્ચા છે કે આગામી સમયમાં જિલ્લા પોલીસવડા બદલીનો વધુ એક ગંજીપો છીપી શકે છે. આ બદલીને કારણે ૭૬ ગામડાઓને આવરી લેતા ઈસરી પોલીસ સ્ટેશનમાં ૪૮ના મહેકમ સામે હવે માત્ર ૨૮ કર્મચારીઓ જ બચ્યા છે, જેના કારણે વિસ્તારની કાયદો-વ્યવસ્થાની જાળવણી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular