નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન (GHCAA) એ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે બારના સભ્યો તાત્કાલિક અસરથી કામકાજથી દૂર રહેશે અને જસ્ટિસ સંદીપ ભટ્ટના ટ્રાન્સફરની સૂચિત ભલામણનો વિરોધ કરશે.
હજુ સુધી, સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર સૂચિત ટ્રાન્સફર સંબંધિત કોઈ સત્તાવાર સૂચના અથવા કોલેજિયમ પ્રસ્તાવ અપલોડ કરવામાં આવ્યો નથી.
GHCAA એ બારના સભ્યોની એક સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે, જે જસ્ટિસ ભટ્ટના ટ્રાન્સફરના પ્રસ્તાવ સંબંધિત પોતાનો પક્ષ રજૂ કરશે. આ સમિતિના સભ્યોમાં GHCAA પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી, એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટ, સિનિયર એડવોકેટ મિહિર જોષી અને અસીમ પંડ્યા તથા એડવોકેટ દીપેન દવેનો સમાવેશ થાય છે.