મુંબઇ: દિલ્હીથી ગોવા જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇ નંબર 6E 6271નું બુધવાર રાત્રે મુંબઇ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્લાઇનું એન્જીન ફેઇલ હવામાં જ ફેઇલ થયાની શંકા સેવવામાં આવી રહી છે. જો કે આ અંગે હજું સુધી ઇન્ડિગો દ્વારા કોઇપણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.
પરંતુ ઇમર્જન્સી લેન્ડિંગ પહેલા આ ફ્લાઇટ 17 મિનિટ સુધી હવામાં રહી અને ત્યાર બાદ મુંબઇ એરપોર્ટ પર તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટ દિલ્હીથી પોતાના નિર્ધારિત સમયથી અડધો કલાક લેટ રાત્રે 8 વાગ્યા આસપાસ ઉપડી હતી અને ગોવા પહોંચે તે પહેલા જ ટેકનિકલ ખામીના કારણે મુંબઇમાં તેનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
નોંધનીય છે કે ગત 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફના 32 સેકન્ડમાં જ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 270 લોકોના મોત થયા હતા.








