નવજીવન ન્યૂઝ. જયપુર: Rajasthan Election Results 2023 Live Update: રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ EVMના મતોની ગણતરી કરવામાં આવશે. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને જીતના દાવા કરી રહ્યા છે. એક્ઝિટ પોલમાં પણ સ્થિતિ સ્પષ્ટ ન હતી. અહીં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની સક્રિયતાએ ભાજપના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ ભાજપ આગળ છે. ભાજપ 27 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 18 બેઠકો પર આગળ છે. અન્ય પક્ષો 6 બેઠકો પર આગળ છે. રાજસ્થાનના ટોંક જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ટોંક વિધાનસભાથી કોંગ્રેસના ઉમેદવાર સચિન પાયલટ પ્રથમ રાઉન્ડમાં 240 મતોથી પાછળ છે. હાલ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં રાજસ્થાનમાં ભાજપ 115 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 115 સીટ પર આગળ ચાલી રહી છે.
દેવલી ઉનિયારાથી ભાજપના વિજય બૈંસલા 3000 મતોથી આગળ છે. જોધપુર શેરગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મીનાકવાર 4 વોટથી આગળ છે. જોધપુર સરદારપુરા વિધાનસભા બેઠક પરથી અશોક ગેહલોત 4657 મતોથી આગળ છે. ઝાલાવાડ સીટ પરથી પૂર્વ સીએમ વસુંધરા રાજે 5 હજાર વોટથી આગળ છે. જોધપુર લુની વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના મહેન્દ્ર બિશ્નોઈ 123 મતોથી આગળ છે. જોધપુર સુરસાગર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર જોશી 338 મતોથી આગળ છે. સુમેરપુર બેઠક પરથી ભાજપના જોરારામ કુમાવત આગળ છે પાલીથી ભાજપના જ્ઞાનચંદ પારખ 150 મતોથી આગળ છે. બાલીથી ભાજપના પુષ્પેન્દ્ર સિંહ આગળ છે જેતરનથી આઝાદ પાર્ટીના દિલીપ ચૌધરી આગળ છે. કોટા દક્ષિણથી ભાજપના સંદીપ શર્મા બે હજાર મતોથી આગળ છે. જોધપુર શેરગઢથી ભાજપના ઉમેદવાર બાબુ સિંહ રાઠોડ 1121 મતોથી આગળ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796