નવજીવન ન્યૂઝ. જમ્મુ કાશ્મીર: પાકિસ્તાન સતત ભારતમાં આતંકવાદીઓને મોકલીને આતંક મચાવી રહ્યું છે. કોઈને કોઈ રીતે પાકિસ્તાન આતંકીઓને ભારતમાં મોકલે છે અને આતંકવાદી હુમલાઓ કરાવે છે, ત્યારે ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપીને આતંકીઓને ઠાર મારે છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘૂસપેંઠ સામે આવતી રહે છે. એવામાં લેફટન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન માટે મોટું નિવેદન આપ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સેનાની કડક સુરક્ષા વ્યવસ્થાથી નિરાશ થઈને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ નવો રસ્તો અપનાવ્યો છે. પાકિસ્તાને લોકસભા ચૂંટણી પહેલા ખતરનાક ષડયંત્ર રચ્યું છે. ISI શાંતિમાં ઝેર ઓકવા માટે તેના ભૂતપૂર્વ પાકિસ્તાની સૈનિકોને આતંકવાદીઓ તરીકે મોકલી રહી છે. એવામાં ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડર ઉપેન્દ્ર દ્વિવેદીએ આતંકવાદીઓની ઘૂસપેંઠને લઈ ખુલાસો કરતાં કહ્યું કે, પાકિસ્તાનનો ઉદ્દશ્ય આગામી લોકસભાની ચૂંટણી પહેલા વધુમાં વધુ આતંકીઓને ભારતમાં ઘુસાડવાનો છે. પડોશી દેશ પાકિસ્તાનનાં ઈરાદા સારા નથી. પાકિસ્તાન તેના નિવૃત્ત સેનાના જવાનોને આતંકવાદી બનાવીને સરહદ પરથી ભારત મોકલી રહ્યું છે.
વધુમાં લે.કમાન્ડર ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, રાજૌરી અને પૂંચમાં હજુ પણ 20થી વધારે આતંકીઓ છુપાયાની ગુપ્ત માહિતી છે. આતંકવાદીઓના સફાયાથી પાકિસ્તાનની ઈકો સિસ્ટમને મોટાપાયે નુકસાન થયું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલીમ મેળવી રહેલા અને ઘાટીમાં મોટા પાયે નુકસાન પહોંચાડનારા આતંકીને ખાતમ કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, તેમ પણ લે. કમાન્ડર ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજૌરીમાં આતંકીઓ અને સુરક્ષાદળોની અથડામણમાં પાંચ જવાનો શાહિદ થયા હતા અને જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796