Monday, January 20, 2025
HomeGujaratACBના દરોડા દરમિયાન જ સિંચાઈ નિગમના નિવૃત્ત કર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ

ACBના દરોડા દરમિયાન જ સિંચાઈ નિગમના નિવૃત્ત કર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોધરા: Godhra News: ગુજરાતમાં હાર્ટ એટેકના (Heart Attack) કેસો એટલી ઝડપથી વધી રહ્યા છે કે, રોજે રોજ યુવાનો સહિત મોટી ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો ભોગ બને છે. આટલી બધી સંખ્યામાં હાર્ટ એટેક માટેનું સચોટ કારણ હજી પણ સ્પષ્ટ થયું નથી. ત્યારે ACBના દરોડા (ACB Raid) દરમિયાન સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારીને હાર્ટ એટેક આવતા મૃત્યુ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડમાં આવેલા ધરમપુર અને કપરાડામાં સિંચાઈ નિગમમાં ફરજ બજાવતા યુસુફ અબ્દુલ રહીમ ભાખા નામના કર્મચારી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. યુસુફ અબ્દુલ રહીમ પર વર્ષ 2017માં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ તેઓ સેવા નિવૃત્ત થયા હતા. આરોપી યુસુફ અબ્દુલ સામે વલસાડ ACBમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના કારણે વલસાડ ACBની ટીમ યુસુફ અબ્દુલના ઘરે દરોડા માટે પહોંચી હતી.

- Advertisement -

ACBના દરોડા દરમિયાન જ યુસુફ અબ્દુલને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતાની સાથે જ યુસુફ અબ્દુલને વેજલપુર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી 108 મારફત સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુસુફ અબ્દુલને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે ગોધરા DySP સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular