Friday, May 1, 2026
HomeGujaratAhmedabadગુજરાત યુનિવર્સિટીના નર્સિંગ તથા ફિઝિયોથેરાપી ઉત્તરવહી કાંડના માસ્ટર માઈન્ડની ક્રાઈમ બ્રાંચે કરી...

ગુજરાત યુનિવર્સિટીના નર્સિંગ તથા ફિઝિયોથેરાપી ઉત્તરવહી કાંડના માસ્ટર માઈન્ડની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News : આર્થિક પ્રલોભન માણસને કઈ હદ સુધી લઈ જઈ શકે છે, તે તો રોજ બરોજ બનતી ઘટનાઓ દ્વારા પ્રતિપાદિત થઈ જાય છે. રૂપિયા કમાવા માણસ જ્યારે ટૂંકો રસ્તો પકડે ત્યારે એ વાત ચોક્કસ થાય છે કે તે કોઈ ગુનાહિત કામ કરવા તરફ જઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાથી (Gujarat University) નર્સિંગ તથા ફિઝિયોથેરાપીની પરીક્ષાની ઉત્તરવહીઓ ચોરવાની ઘટના (Answersheet Scam) સામે આવી હતી. આ ઘટનામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા ઝડપી પાડવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગયા વર્ષે જુલાઈ માસની 10 અને 11 તારીખની મધ્યરાત્રિએ ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી સ્ટ્રોંગ રૂમના દરવાજાનું લોક ખોલી નાખીને સ્ટ્રોગ રૂમમાંથી ચોથા વર્ષના B.sc nursingના Midwifery & Obstetrical Nursing પેપરની કેટલીક ઉત્તરવહીઓ ચોરવાની ઘટના બની હતી. આ મામલે વિધાર્થી આલમમાં ખળભળાટ મચી ગયો હતો. સ્વાભાવિક છે કે, શિક્ષણ સાથે કોઈના ભવિષ્યને લઈને ચેડા કરવા ગંભીર અપરાધ છે.

- Advertisement -

ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેકટર ડી. બી. બસીયાની ટીમના PSI વી. આર. ગોહિલ તથા તેમની ટીમ દ્વારા ઉત્તરવહી કાંડના આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસ ઈન્સ્પેકટર વી. આર. ગોહિલને મળેલી બાતમીને આધારે સન્ની ચૌધરી તથા અમીત સિંઘ નામના આરોપીઓને પકડી પાડવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલ આરોપીઓને પેપર કાંડની ચોરી બાબતે પૂછપરછ કરતાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. બે આરોપીઓ પૈકી અમીત સિંઘ નામનો આરોપી ગુજરાત યુનિવર્સિટીમાં બોટની વિભાગમાં પટાવાળા તરીકે કામ કરતાં સંજય ડામોર નાસંપર્કમાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ વિષયોના પેપર સ્ટ્રોંગ રૂમમાં રાખવામા આવે છે.

આરોપી અમિત સિંઘ તથા પટાવાળા તરીકે કામ કરતાં સંજય ડામોરે ભેગા મળી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપી અમિત સિંઘ તથા સન્નીએ એવા વિધાર્થીઓનો સંપર્ક કર્યો જે પરીક્ષામાં નાપાસ થઈ શકે તેમ હતા. આરોપી સન્ની ઈન્સ્ટાગ્રામ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી એવા વિધાર્થીઓનો સંપર્ક કરતો હતો. વાત નક્કી થયા બાદ આરોપીઓ વિધાર્થીઓ સાથે રૂબરૂ મળતા હતા. આરોપીઓ પેપરદીઠ પચાસ હજાર રૂપિયા લેતા હતા. આરોપીઓ વિધાર્થીઓ પાસેથી અમુક રકમ એડવાન્સ પેટે લેતા હતા તથા તે વિધાર્થીની હૉલ ટિકિટ યુનિ. પટાવાળા સંજય ડામોરને મોકલતા હતા. જેથી સંજય ડામોર વિધાર્થીઓને એક નક્કી કોડ આપતો હતો. આ કોડ આરોપીઓ વિધાર્થીઓને પહોંચાડતા જેથી આવા વિધાર્થીઓ પોતાને આપવામાં આવેલ કોડ પુરવણી પર લખી કોરી પુરવણી પરત આપતા હતા. ત્યારબાદ સંજય ડામોર રાતના સમયે કોડવાળી પુરવણીઓ કાઢી લઈ આરોપીઓને પહોંચાડતો હતો. કોરી પુરવણીમાં જવાબ લખવા આરોપી પોતાની દુકાનનો ઉપયોગ કરતાં હતા તથા ક્યારેક વિધાર્થીઓને પણ જવાબ લખવા પુરવણીઓ આપતા હતા. પેપરના જવાબો લખાઈ ગયા બાદ સંજય ડામોર પુરવીઓને સ્ટ્રોગ રૂમમાં ગોઠવી ગેતો હતો જાણે કઈ થયું ન હોય. વર્ષ-2021થી લઈ 2023 સુધીમાં 59 જેટલા વિધાર્થીઓની ઉત્તરવહીઓ લખાવ્યા હોવાની હકીકત સામે આવી છે. ક્રાઇમ બ્રાંચે પકડાયેલ બંને આરોપીઓને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૨૦ (બી) તથા ધી ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતી અટકાવવા બાબત) અધિનિયમ ૨૦૨૩ની કલમ૧૨ (૧) (૪) મુજબનો ગુનો દાખલ થયેલ કરવામાં આવ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular