Saturday, April 18, 2026
HomeGujaratSuratગુજરાતી અભિનેતા સામે પત્નીએ દહેજની ફરિયાદ નોંધાવી, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતી અભિનેતા સામે પત્નીએ દહેજની ફરિયાદ નોંધાવી, જાણો શું છે સમગ્ર મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: સમાજમાં દહેજ માગવાના અને દહેજ (dowry) માટે શારિરીક તેમજ માનસિક ત્રાસ આપવાના અનેક કિસ્સા નોંધાય છે. રંગભૂમિ પર દહેજ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા અભિનેતા સામે જ્યારે હકીકતમાં પોતાની પત્ની દ્વારા જ દહેજ માગવાની ફરિયાદ નોંધવામાં આવે ત્યારે એ સવાલ થાય છે કે, માત્ર રંગભૂમિ પર દહેજ વિરોધી વાત માત્ર એક્ટિંગ હોય છે? આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં અભિનેતા સામે તેની પત્ની દ્વારા દહેજ માગવાની ફરિયાદ નોંધાવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતી રંગભૂમિના અભિનેતા તેમજ સોહમ માસ્તર અને તેમના પરિવાર સાસુ અમીષાબેન સહિત દાદા સસરા સામે પત્ની દ્વારા દહેજની માગણીને લઈ સુરતના હરણી પોલીસ સ્ટેશનમાં (Surat Police) ફરિયાદ નોંધવામાં આવી છે. અભિનેતાની પત્નીનો આરોપ છે કે, લગ્ન સમયે પોતાના માતા-પિતા દ્વારા દહેજમાં 45 તોલા સોના ચાંદીના દાગીના તથા કાર આપવા છતાં સાસરિયાં તથા પતિ સોહમ માસ્તર દ્વારા દહેજ માટે શારિરીક માનસિક ત્રાસ આપવામાં આવે છે.

- Advertisement -

2019માં સોહમ માસ્તર પોતાના સબંધીઓ સાથે પરણીતાને જોવા ગયો હતો. ત્યારબાદ બંનેના લગ્ન નક્કી થયા હતા અને 28 નવેમ્બર 2019ના રોજ બંનેના લગ્ન થયા હતા. સોહમ માસ્તરની પત્નીએ એ પણ આરોપ મૂક્યો છે કે, 2019માં લગ્ન બાદ સિરિયલના શૂટીંગને અસર ન થાય તે માટે લગ્નના ફોટો કે વાત બહાર ન પાડવા પણ જણાવ્યુ હતું. ત્યારબાદ તાપી નદીના કિનારે આવેલા મંદિરમાં જઈ બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નનો ફોટો પણ પાડવામાં આવ્યો ન હતો. પત્નીએ પોતાના લગ્નની વાત પણ બે વર્ષ છુપાવી રાખી હતી. અભિનેતાની પત્નીના આરોપ મુજબ સોહમ લગ્ન બાદ પણ પત્નીને સગા સબંધીઓને ત્યાં લઈ જવાનું ટાળતો હતો અને વારંવાર દહેજની માગ કરી ત્રાસ આપતો હતો.

પ્રેગ્નેન્સી રહ્યા બાદ પત્નીને પોતાના પિયરમાં મૂકી સોહમ માસ્તર ચાલ્યો ગયો અને વારંવાર ફોન કરવા છતાં પત્નીને લેવા આવતો ન હતો તથા પત્ની પાસે 45 લાખનું દહેજ મેળવ્યા છતાં વધારે દહેજની માગ કરતો હોવાની ફરિયાદ પત્નીએ હરિણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે પત્નીની ફરિયાદને આધારે અભિનેતા સોહમ માસ્તર તથા સાસરિયાં વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular