નવજીવન ન્યૂઝ. નવસારી: Navsari Bus Accident : ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન તરીકે ઝડપી અને સુરક્ષિત સહિત જુદા-જુદા સ્લોગન સાથે માર્ગ પર દોડતી ગુજરાત ST હવે મુસાફરોની સુરક્ષાને લઈ જોખમી બનતી હોય તેવી લાગી રહ્યું છે. ST બસ અનેક વખત તેની બેફામ ગતિના કારણે વિવાદમાં આવી ચૂકી છે. જેને લઈ કેટલાક લોકોના બસ અકસ્માત (Bus Accident) મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એકવાર નવસારી (Navsari) પાસેથી બે ST વચ્ચે સામ-સામે અથડામણ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 25થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. જે હાલ નવસારીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : સલામત સવારી બની અસલામત, ક્યાંક બસો અથડાઈ તો ક્યાંક આધેડને અડફેટે લીધા
મળતી માહિતી મુજબ, સવારે 8 વાગ્યાના અરસામાં નવસારીના ફડવેલ માર્ગ પર બે ST બસો પૂરઝડપે પસાર થઈ રહી હતી. બસ ડ્રાઈવર્સ એકબીજાને તારવવા જતા જોરદાર બસ અથડામણ થઈ હતી. જેમાં અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ એક ST બસચાલકનું મૃત્યુ થયું હતું. જ્યારે બસમાં સવાર 25થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થતાં લોકો પણ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. લોકોએ એમ્બયુલેન્સ જાણ કરતા 10થી વધુ એમબ્યુલેન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
બીજી તરફ અકસ્માતના પગલે લોકોએ પોલીસને જાણ કરતા ચીખલી પોલીસની (Chikhli Police)ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ST બસ ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ મામલે ચીખલી પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. બીજી તરફ આ અકસ્માત પાછળ ST બસચાલકોની બેફામ ગતિ પણ જવાબદાર માનવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








