Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadઆવો સરપંચ હોય તો ગામનું ભલુ ક્યાંથી થાય, બાંધકામ કરવા રૂ.25 લાખ...

આવો સરપંચ હોય તો ગામનું ભલુ ક્યાંથી થાય, બાંધકામ કરવા રૂ.25 લાખ માગ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad ACB Trap: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં લાંચીયા સરપંચની (Sarpanch Bribe) કરતૂતનો ACBએ પર્દાફાશ કર્યો છે. અમદાવાદના સાણંદ (Sanand, Ahmedabad) તાલુકામાં માણકોલ ગામના (Mankol Village) સરપંચે ફરિયાદીએ કરેલા બાંધકામમાં વાંધા કાઢીને બે દુકાનની માગણી કરી હતી. ત્યારબાદ રૂપિયા 25 લાખની માગણી કરી હતી. સરપંચ લાંચની રકમ લેવા જતાં ACBએ છટકું ગોઠવીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સાંણદમાં ફરિયાદીની NA કરાવેલી 20 ગુંઠા જમીન માણકોલ ચોકડી પર આવેલી છે. આ જમીન પર ફરિયાદીએ અગાઉ બાંધકામ કર્યું હતું. બાકીની જમીન પર સરપંચે ખોટા વાંધા વચકા કાઢીને કામને બંધ કરાવ્યું હતું. સરપંચે કામને ચાલુ કરાવવા માટે શરૂઆતમાં તે જગ્યામાં બે દુકાનની માગણી કરી હતી. ત્યારબાદ રૂપિયા 25 લાખની માગણી કરી હતી. છેવટે સરપંચે રૂપિયા 19 લાખની લાચ લેવા માટે તૈયાર થયો હતો.

- Advertisement -

સરપંચ રૂપિયા 19 લાખ લેવા માટે સહમત થતાં ફરિયાદીએ બે-ચાર હપ્તામાં નાણાં આપવાનું કહ્યું હતું. આ પૈકી પહેલા હપ્તા પેટે રૂ. 20 લાખ ગઈકાલે આપવા માટે વાયદો કર્યો હતો. પરંતું ફરિયાદીએ સરપંચને કાયદાનો પાઠ ભણાવવા માટે સમગ્ર બનાવ અંગેની જાણકારી ACBમાં કરીને સરપંચ અરવિંદ દીપાભાઇ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્યના ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.બારોટ દ્વારા માણકોલ ચોકડી આગળ જાહેર માર્ગ ઉપર છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન સરપંચ અરવિંદે આવી લાંચની રકમ સ્વીકારતા ACBએ ઝડપી પાડ્યો હતો. ACBએ આરોપીને ઝડપી પાડીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular