નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot Angadia Robbery: રાજ્યમાં અવાર-નવાર આંગડિયા પેઢી (Angadia firm) અને તેમના કર્મચારીઓને નિશાનો બનાવીને લૂંટ (Loot) કરવામાં આવતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રાજકોટમાં (Rajkot) વધુ એક આંગડિયા પેઢીમાં લૂંટ (Angadia Loot)ચલાવવામાં આવી છે. શહેરના રૈયા રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં તસ્કોરોએ દુકાનનું શટર તોડીને રૂપિયા 6.55 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. જોકે ત્રીજી આંખ એટલે કે સી.સી.ટી.વી.થી બચવા માટે તસ્કરોએ સી.સી.ટી.વી.નું ડી.વી.આર. પણ સાથે લઈ ગયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના રૈયારોડ વિસ્તારમાં આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં ચોથા માળે એચ.એમ. આંગડિયા પેઢીની ઓફિસમાં ગઈકાલ રાત્રે તસ્કરો ઘુસી આવ્યા હતા. તસ્કરોએ દુકાનનું શટર તાડીને ઓફિસમાં રહેલી રૂપિયા 10, 20 અને 50ની નોટો કુલ રૂપિયા 6.55 લાખ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસ પકડથી દૂર રહેવા માટે સ્માર્ટ તસ્કોરોએ સી.સી.ટી.વી.નું ડી.વી.આર. પણ સાથે ઉઠાવી ગયા હતા.
આજે સવારે પેઢીના માલિકને બાજુની ઓફિસ વાળા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારી ઓફિસનું શટર ખુલ્લું છે. જેથી પેઢીનો માલિક ઓફિસમાં આવતા ઓફિસનું શટર તુટેલું હતું અને ઓફિસમાં લૂંટ થઈ હોવાનું જાણવા મળતાં બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ઘટના સ્થળે દોડી આવી હતી. ઓફિસમાંથી એક આરી અને લોખંડનો સળિયો મળી આવ્યો હતો. જેથી ઓફિસનું શટર આ સળિયાથી અને તાળું આરીથી તોડ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ (Rajkot Police) આસપાસમાં રહેલી દુકાનોના સી.સી.ટી.વી. ફૂટેજના આધારે આરોપીને શોધખોળ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








