નવજીવન ન્યૂઝ. જેતપુર: Rajkot Murder :રાજ્યામાં હત્યાના બનાવોની ઘટના સતત સામે આવી રહી છે. એવામાં રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) તાલુકાના દેરડી ગામે (Derdi village) વધુ એક હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. જેમાં અઠવાડીયા પહેલા થયેલી માથાકૂટ હત્યા સુધી પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

જેતપુરમાં સાડી ઉદ્યોગના કારણે સાડીઓના ધોલાઈ ઘાટનો ધંધો પણ વિકસી રહ્યો છે. પરંતુ આ ધંધાના કારણે બે જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલતી બબાલ હત્યા સુધી પહોંચી છે. મળતી વિગતો અનુસાર અઠવાડીયા પહેલા સાડીના ઘાટ મામલે દેરડી ગામ ખાતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ માથાકૂટના કારણે બંને જૂથ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો અને તેનો ભયાનક અંજામ આજરોજ આવ્યો છે. જેમાં આજરોજ સવારના 9 વાગ્યા આસપાસ જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલ દેરડી ગામે બેઠા હત્યા ત્યારે હરીફ જૂથના રવુભાઈ ધાંધલે તેમના પર હુમલો કર્યો હતો. કુહાડી અને ધારીયા જેવા હથિયારોથી હિચકારો હુમલો થતા બંને પક્ષ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

દરમિયાન જુગભાઈ ધાંધલ અને સામાપક્ષે રવુભાઈ ધાંધલ ઘાયલ થયા હતા. ઘાયલ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોકટરે જુગભાઈ કટુભાઈ ધાંધલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રવુભાઈ ધાંધલની સારવાર હાલ ચાલી રહી છે. આમ સાડીના ધોલાઈ ઘાટનો મામલો હત્યા સુધી પહોંચ્યો અને કરૂણ અંજામ આવ્યો છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને જુથ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હોસ્પિટલ ખાતે એક પક્ષ મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે જ્યારે બીજૂ જૂથ સારવાર માટે હાજર હોય મોટી તણાવભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના પગલે પોલીસે કોઈ ઘર્ષણ કે અગમ્ય ઘટના ન ઘટે માટે ભારે બંદોબસ્ત મુકી દેવાયો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








