નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: ગુજરાતમાં (Gujarat) આજરોજ 109 IAS અધિકારીઓની બદલી (IAS Officers Transfer) કરવામાં આવી છે. આ બદલીમાં ઘણા સિનિયર અધિકારીઓની પણ નિયુક્તી કરવામાં આવી છે. જેમાં મુકેશપુરી, સંજય નંદન, એ.કે. રાકેશ, કમલ દાયાણી, એસ.જે. હૈદર, મુકેશ કુમાર, રમેશ ચંદન મીણા, મોહમ્મદ શાહિદ, સંજીવ કુમાર, મિલિન્દ શિવારામ તોરાવણે, રૂપવંત સિંઘ, ડૉ. રાહુલ બાબુલાલ ગુપ્તા, અરૂણકુમાર સોલંકી અને મનીષા ચાંદ્રા સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
કોની ક્યાં થઈ બદલી?
IAS મુકેશ પુરી એડિશનલ ચિફ સેક્રેટરી કૃષી, ખેડૂત વેલ્ફેર અને સહકારી વિભાગની બદલી કરી ગૃહ વિભાગના એડિશન ચિફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મહત્વની વાત છે મુકેશ પુરી પાસે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગરનો ચાર્જ રહેશે.
IAS સંજય નંદન મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન ગાંધીનગરની બદલી કરી મહાત્મા ગાંધી લેબર ઈનસ્ટિટ્યુટના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા
IAS એ.કે. રાકેશ એડિશનલ ચિફ સેક્રેટરી જનરલ એડમિનિસ્ટ્રેશન સચીવાલય ગાંધીનગરની બદલી કરી ગુજરાતના કૃષી, ખેડૂત વેલ્ફેર અને સહકારી વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી તરીકે નિયુક્ત
IAS કમલ દાયાણી એડિશનલ ચિફ સેક્રેટરી રેવેન્યુ વિભાગ સચીવાલય ગાંધીનગરને એ.કે રાકેશની બદલી થતા તેમનો જનરલ એડમિનિસ્ટ્રેશનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો
IAS એસ.જે હૈદર એડિશનલ ચિફ સેક્રેટરી શિક્ષણ વિભાગ(હાયર એન્ડ ટેકનીકલ એજ્યુકેશન)ની બદલી કરી એડિશનલ ચિફ સેક્રેટરી ઈન્ડસ્ટ્રીયલ એન્ડ માઈન્સ વિભાગમાં નિયુક્ત કરાયા
IAS મુકેશ કુમાર પ્રીન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટની બદલી કરી પ્રિન્સિપલ સેક્રેટરી શિક્ષણ વિભાગ (હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન) તરીકે નિયુક્ત કરાયા
IAS રમેશ ચંદન મીણા ડિરેક્ટર જનરલ સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અમદાવાદની બદલી કરી પ્રિન્સિપલ સેક્રેટરી ફૂડ, સિવિલ સપ્લાઈસ એન્ડ કન્ઝ્યુમર અફેર્સ વિભાગ તરીકે નિયુક્ત કરાયા
IAS મોહમ્મદ શાહિદ પ્રિન્સિપલ સેક્રેટરી ફૂડ, સિવિલ સપ્લાઈ એન્ડ કન્ઝ્યુમર અફેર વિભાગની બદલી કરી ડિરેક્ટર જનરલ સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અમદાવાદ ખાતે નિયુક્ત કરાયા
IAS સંજીવ કુમાર મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને બદલી કરી પ્રિન્સિપલ સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરોમેન્ટ વિભાગ તરીકે નિયુક્ત કરાયા
IAS મિલિન્દ શિવારામ તોરાવણે કમિશનર ઓફ રૂરલ ડેવલોપમેન્ટ એન્ડ સેક્રેટરી (રૂરલ ડેવલોપમેન્ટ), પંચાયત, રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ વિભાગની બદલી કરી એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા
IAS રૂપવંત સિંઘ કમિશનર જિઓલોજીકલ એન્ડ માઈનિંગ ગાંધીનગરની બદલી કરી ગુજરાત મીનરલ ડેવલોપમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા. ઉલ્લેખનીય છે કે રૂપવંત સિઘ પાસે ગુજરાત મીનરલ ડેવલોપમેન્ટના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ ધરાવતા હતા.
IAS ડૉ. રાહુલ બાબુલાલ ગુપ્તા ઈન્ડ્સ્ટ્રીઝ કમિશનર ગાંધીનગરની બદલી કરી વાઈસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.



TAG: Gujarat IAS Transfer Today News, Latest IAS Officers Transfer, IAS Transfer 2023
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








