Thursday, April 30, 2026
HomeGujaratશિક્ષણમંત્રીએ જવાબદારીનો ટોપલો વાલીઓના માથે મુક્યો, સ્કૂલ બંઘ નહીં કરે, ફરીથી વાલીઓ...

શિક્ષણમંત્રીએ જવાબદારીનો ટોપલો વાલીઓના માથે મુક્યો, સ્કૂલ બંઘ નહીં કરે, ફરીથી વાલીઓ જોડે સંમતિપત્રક લેવાશે

- Advertisement -

નવજીવન. રાજકોટઃ ગુજરાતની શાળાઓમાં કોરોનાએ માથુ ઉચકતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. જો કે ઓમિક્રોનના ભય વચ્ચે નિષ્ણાંતોનું માનવું છે કે ધો.1થી 5ની સ્કૂલ બંધ કરવાની જરૂર હતી. ત્યારે આજે શિક્ષણમંત્રી દ્વારા શાળા બંધ કરવાનો નિર્ણય ટાળીને નિર્ણય વાલીઓ ઉપર છોડવામાં આવતા વાલીઓ મુંજવણમાં મુકાયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટની મુલાકાત આવેલા રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પત્રકાર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. શાળાઓમાં વઘી રહેલા કોરોના સંક્રમણના કારણે શાળા બંધ રાખવી કે ચાલુ રાખવી તેનો નિર્ણય લેવાનું તેમણે વાલીઓ પર છોડી દીધું હતું અને ફરીથી સંમતિપત્ર લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -



શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી બાળકો પોઝિટીવ સામે આવી રહ્યા છે. જેથી હવે શાળાઓમાં કોવિડ ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરવાના આદેશો અપાયા છે. તેમજ શાળાઓમાં ચેકીંગ ડ્રાઈવ યોજવા જણાવાયું છે. અગાઉ જ્યારે શાળાઓ શરુ કરવામાં આવી હતી ત્યારે વાલીઓની સંમતિ લેવામાં આવી હતી. અત્યારે ફરીથી કેસ સામે આવી રહ્યા છે ત્યારે વાલીઓના ફરીથી સંમતિપત્ર લેવામાં આવશે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular