નવજીવન ન્યૂઝ. રાજકોટઃ પ્રથમ તબક્કાના મતદાન દરિયાન કેટલીક જગ્યાએ અધિકારીઓ સાથે મતદારોની માથાકુટ થઈ હોવાનું સામે આવ્યું છે. મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવીને મતદાન કરવા જતાં અટકાવવામાં આવ્યા હતા. કિર્તીદાન ગઢવી હજી સુધી મત આપી શક્યા નથી. કિર્તીદાન ગઢવી પાસે જરૂરી ઓળખ પુરાવા ન હોવાના કારણે તેમને અટકાવવા આવ્યા હતા.
મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવી(Kirtidan Gadhvi) ચૂંટણી પંચ સામે નારાજગી દર્શાવી છે. આજે તેમણે મતદાન કરવા માટે અમદાવાદથી રાજકોટ આવ્યા હતા. જોકે મતદાન મથક મત આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે જરૂરી ઓરિજનલ ઓળખપત્ર ન હોવાના કારણે કિર્તીદાન ગઢવીને અટકાવવામાં આવ્યા હતા. કિર્તીદાન ગઢવી મતદાન મથકે 30 થી 35 મિનિટ બેઠા પરંતુ તેઓ મત આપી શક્યા નથી. સમગ્ર બનાવનો વિવાદનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો .
મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવી મતદાન કરવા ગયા ત્યારે તેમની પાસે હાર્ડ કોપીમાં મતદાનની કાપલી અને જરૂરી અન્ય ઓળખ પુરાવાઓ સાથે નહીં હોવાથી મતદાન મથક ઉપર ફરજ પરના અધિકારીએ કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવ્યા હતા. એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાત કરવામાં આવે છે અને બીજી તરફ ફરજ પરના અધિકારીએ કિર્તીદાન ગઢવીના સોફ્ટ કોપીમાં એટલે કે મોબાઇલમાં રહેલા ઓળખના પુરાવાને માન્ય રાખ્યા ન હતા અને તેમને મત આપવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કિર્તીદાન ગઢવીએ તેમના મોબાઇલમાં રહેલા ઓળખના પુરાવાઓ ફરજ પરના અધિકારીઓને બતાવ્યા હોવા છતાંય અધિકારીએ કહ્યું હતું કે જો હાર્ડ કોપીમાં ઓળખના પુરાવાઓ અને મતદાર ચિઠ્ઠી હશે તો મત આપી શકશો નહિતર મત આપી શકશો નહીં. થોડીવાર બાદ ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જે બાદ માધાપર તાલુકા શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી બૂથ ઉપર મોબાઈલ લઈને જવા પર પ્રતિબંધ હોવા છતાં ઇવીએમ મશીનની સાથેની કેટલીક સેલ્ફી પણ વાયરલ થઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








