Friday, May 1, 2026
HomeGujaratમુંબઈની સ્વરૂપવાન યુવતી અમદાવાદમાં યુવાધનને જાળમાં ફસાવી ડ્રગ્સ પેડલર બનાવતી

મુંબઈની સ્વરૂપવાન યુવતી અમદાવાદમાં યુવાધનને જાળમાં ફસાવી ડ્રગ્સ પેડલર બનાવતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવી ડ્રગ્સનો વેપલો કરાવતા અનેક કિસ્સા પ્રકાશમાં આવેલા છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવદમાં પણ ડ્રગ્સના રવાડે ચઢેતું યુવાધન ડ્રગ્સ પેડલર (Drug Peddler) બની જતા હોવાની વાત સામે આવે છે. એવામાં યુવાધનને મોતના મુખમાંથી બહાર કાઢવા એજન્સી દ્વારા અવાર-નવાર ઓપરેશન પાર પાડીને ડ્રગ્સ ડિલરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદના ખાનપુરમાં BJP કાર્યાલય નજીકથી એક સ્વરૂપવાન યુવતી સહિત 3ને લાખોના ડ્રગ્સ સાથે SOGની ટીમે ઝડપી પાડ્યા છે.

અમદાવાદમાં ખાનપુરમાં આવેલા જે.પી. ચોક ખાતે ડાયમંડ એવન્યુ પાસે જાહેર રોડ પર કારમાં ડ્રગ્સનો જથ્થો રાખીને બેઠા હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચના (Crime Branch) ASI જયેશભાઈને મળી હતી. માહિતીના આધારે તપાસ કરતાં એક i20 કારની તલાસી લેતા તેમાંથી 2.96 લાખની કિંમતનું 29 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ. પોલીસે કારમાંથી રેહનુમાં ઉર્ફે સિઝા ખાન રહે. થાણે, શાહબાજખાન ફિરોજખાન પઠાણ રહે. ખાનપુર, જૈનિષ હિરેન દેસાઈ રહે. નવરંગપુરા, અંકિત શ્રીમાળી રહે. શાહપુરને ઝડપી પાડ્યા હતા. જ્યારે નહીં પકડાયેલા આરોપી સર્ફરાઝખાન પઠાણ રહે. ખાનપુર કુલ પાંચ આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 21(સી), 29 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ડ્રગ્સ કેસમાં પકડાયેલા 4 આરોપીમાંથી મુખ્ય આરોપી સ્વરૂપવાન યુવતી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અને સર્ફરાઝ ખાન પઠાણ છે.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, રહેનુમા મુંબઈથી ગુજરાત આવીને હોટલમાં રોકાતી હતી. સ્વરૂપવાન યુવતી અમદાવાદમાં યુવાઘનને ડ્રગ્સના રવાડે ચઢાવ્યા બાદ ડ્રગ્સ એડિક્ટ (Drug addict) બનાવી લોકોને ફસાવતી હતી. પહેલા તેમની સાથે સંબંઘો કેળવતી અને મિત્રતા કરતી હતી. ત્યારબાદ પૈસા ઉછીના આપતી હતી, જો કોઈ પૈસા પરત ન આપી શકે તો તેને ડ્રગ પેડર બનાવતી હોવાનું સામે આવ્યું છે.

આરોપી યુવતી પાસેથી પોલીસને એક ડાયરી પણ મળી આવી છે, ડાયરીમાં 100 ગ્રાહકોના નામ અને નંબર લખેલા છે, જેમાં હાઈપ્રોફાઈલ પરિણીત, યુવકો અને યુવતીઓનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી યુવતી મુંબઈથી અમદાવાદ અવર-જવર કરતી હતી અને રાત્રીના સમયે કેફે જેવા સ્થળો પરથી યુવકોનો સંપર્ક કરતી હતી.જોકે યુવતી સહિતના પકડાયેલા આરોપી ડ્રગ્સ એડિક્ટ છે. જ્યારે આરોપી જૈનિષ દેસાઈની પત્ની અમદાવાદની ખ્યાતનામ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. નવરંગપુરા વિસ્તારના એક કરોડાના બંગલામાં બેસી આરોપી રહેનુમા અને શાહબાઝ ખાન જૈનિષને ડ્રગ્સ વેચવા માટે મજબુર કરતા હતા. ઉપરાંત ડ્રગ્સ સપ્લારના ત્રાસથી બહાર આવવા પરિવાર પાસેથી લાખો આપ્યા હોવાની કબૂલાત પણ કરી છે. હાલ પોલીસે આરોપી યુવતી પાસેથી મળી આવેલી ડાયરીના નામ- નંબરના આધારે તમામનો સંપર્ક કરીને નશાની લત છોડાવવા કાર્યવાહી કરશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular