Friday, May 1, 2026
HomeGujaratગુજરાતનો પ્રથમ કિસ્સોઃ અમદાવાદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસને મળ્યું પત્તાની...

ગુજરાતનો પ્રથમ કિસ્સોઃ અમદાવાદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસને મળ્યું પત્તાની પોલ ખોલતુ ડિવાઈસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં તાજેતરમાં PCBની ટીમ દ્વારા ચાંદખેડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો કરવામાં આવ્યો હતો. આમ તો પોલીસ દ્વારા અવાર-નવાર જુગારધામ પર દરોડો કરીને પત્તા પ્રેમીને ઝડપી પાડવામાં આવતા હોય છે. પરંતું ચાંદખેડામાંથી ઝડપાયેલા જુગારધામમાં એવી વસ્તુ મળી આવી હતી કે જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસને એક એવું ડિવાઈસ મળી આવ્યું જેનાથી બે નંબરના ધંધામાં પણ બેનામી થઈ શકે છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં PCBને માહિતી મળી હતી કે, ચાંદખેડામાં આવેલા શીવ શક્તિનગર નજીર કર્ણાવતી ડુપ્લેક્સમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. માહિતીના આધારે PCBની ટીમે મંગળવારે રાત્રીના સમયે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન 10 જુગારીઓ સ્થળ પરથી જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. PCBની ટીમે આ દરોડામાં કુલ 3.55 લાખની રોકડ સાથે 10 ફોન, 10 વાહનો સહિત કુલ રૂપિયા 17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગાર અડ્ડાનો મુખ્ય આરોપી અતીશ શાહ (રહે.નિગમનગર સોસાયટી, ન્યુ સી જી રોડ, ચાંદખેડા) કર્ણાવતી ડુપ્લેક્સની ઓફિસ તેના મિત્ર ગુલાબસિંહ બાજવાનીની છે. અતીશ બહારથી લોકોને જુગાર રમાડવા બોલાવી બદલામાં ચાર્જ વસુલતો હતો. જેમાં અતીશ ગુલાબસિંહને પણ હિસ્સો આપતો હતો.

- Advertisement -

PCBની ટીમ જુદગારના અડ્ડાની તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને એક ડિવાઈઝ મળી આવ્યું હતું. આ ડિવાઈઝને 500ની નોટમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. આ ડિવાઈઝનો ઉપયોગ જુગાર રમવા આવતા જુગારીઓને હરાવવા જીતાડવા માટે થતો હતો. આ ડિવાઈઝને મોબાઈલમાં કનેક્ટ કર્યા બાદ એક બર્ડને કાનમાં ભરાવવામાં આવે છે. જેનાથી જુગારીને કયા પત્તા મળ્યાં છે તે કાનમાં સંભળાય છે. આ ડિવાઈઝને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ડિવાઈઝની અંદાજીત બજાર કિંમત એકથી દોઢ લાખ આસપાસની છે. આ ડિવાઈઝને મોબાઈલમાં કનેક્ટ કરવા માટે એપને ડાઉનલોડ કર્યા બાદ કોડ નાખવાથી એપે મોબાઈલમાં ખુલે છે. જેથી આ ડિવાઈઝ કોનું છે, તે સહેલાઈથી જાણી શકાતું નથી. પોલીસની રેડ દરમિયાન જુગાર અડ્ડા પરથી આ પ્રકારનું ડિવાઈઝ મળવાની ગુજરાતની આ પ્રથમ ધટના છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular