Friday, May 1, 2026
HomeGujaratIPS અધિકારીનું નામ આપીને એક  વ્યક્તિ કરતો હતો યુવતીને પરેશાન, અમદાવાદ સાયબર...

IPS અધિકારીનું નામ આપીને એક  વ્યક્તિ કરતો હતો યુવતીને પરેશાન, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતને અન્ય રાજ્યોની સરખામણીમાં મહિલાઓ માટે સુરક્ષિત ગણવામાં આવે છે, પરંતુ કોઈ પણ રાજ્ય કે શહેર મહિલાઓ માટે કેટલું સુરક્ષિત છે તે જાણવા માટે આપણે રોજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ દ્વારા થતી ફરિયાદો સામે પણ એક નજર નાખવી જોઈએ. અમદાવાદમા એક પણ દિવસ એવો નહીં હોય જ્યારે કોઈ પણ એક પોલીસ સ્ટેશનમાં મહિલા સંબંધિત ગુણ માટે કોઈ ફરિયાદ ન થઈ હોય. તેમાં પણ હવે તો ડિજિટલ યુગમાં કેટલાક અસમાજિક તત્વો તો મહિલાઓને ઓનલાઈન હેરાન કરતાં હોય છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં આવી જ એક ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, એક યુવક છેલ્લા એક વર્ષથી તેને અલગ અલગ નંબર પરથી ફોન-મેસેજ કરીને પરેશાન કરે છે અને યુવતીના સોશિયલ મીડિયા પર પણ બીભત્સ કોમેંટ્સ કરે છે અને આ યુવકે પોતે ગુજરાતમાં ફરજ બજાવતા એક IPS અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી.

- Advertisement -

પ્રાથમિક જાણકારી મુજબ ગત નવેમ્બર માહિનામાં યુવતીને એક અજાણ્યા નંબર પરથી દિવાળીની શુભેચ્છા આપતો એક મેસેજ મળ્યો હતો, પરંતુ અજાણ્યો નંબર હોવાના કારણે યુવતીએ કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ આ અજાણ્યા યુવકે કોલ કરીને પોતે ગુજરાતનાં એક IPS હોવાનું જણાવ્યુ હતું અને યુવતીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ યુવતીએ આ નંબર બ્લોક કરી દીધો હતો. ત્યાર બાદ આ યુવક અલગ અલગ નંબર પરથી યુવતીને કોલ-મેસેજ કરતો હતો. અંગે યુવતીએ તેના એક મિત્રને જાણ કરી હતી. મિત્રએ ગૂગલમાં ચેક કર્યું ત્યારે જે IPSનું નામ અજાણ્યા વ્યક્તિએ આપ્યું હતું તે ગુજરાતનાં જ IPS છે.

તેમ છતાં યુવતીને શંકા જતાં તેણે અજાણ્યા યુવકને વીડિયો કોલ કરવાનું કીધું તો યુવકે સ્વીકાર્યું હતું કે તે પોતે IPS નથી પણ તેના મામાનો દીકરો તે IPS છે. ત્યાર બાદ યુવતીએ આ અજાણ્યા વ્યક્તિનો નંબર બ્લોક કરી દીધો હતો, પરંતુ આ વ્યક્તિ અલગ અલગ નંબર પરથી યુવતીને મેસેજ અને કોલ કરતો હતો અને યુવતીના સોશિયલ મીડિયામાં બીભત્સ કોમેંટ્સ કરતો હતો, જેનાથી કંટાળીને યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે આ વ્યક્તિને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular