પ્રશાંત દયાળ (અમદાવાદ):
આપણી કમનસીબી એવી છે આપણે સમસ્યા પર ચર્ચા કરવાને બદલે તમામ નિર્ણય અને ચર્ચા કોમ, જ્ઞાતિ અને ધર્મના આધારે કરીએ છીએ. આવું જ કાંઈક આજે ગાંધીનગરમાં બન્યું છે. ભાજપના છ સાંસદ સભ્યો પોતાના ભવિષ્યની ચિંતાને લઈ દિલ્હીથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો સામે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો તેમની રાજકીય કારકીર્દી જોખમમાં મુકાઈ શકે તેમ છે.
ભાજપના સાંસદ રમેશ ધડૂક, મોહન કુંડારિયા, શારદાબેન પટેલ, એચ એસ પટેલ અને નારણ કાછડિયા દિલ્હી ખાતે સંસદમાં હાજરી આપ્યા પછી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. આ સાંસદોને આશંકા છે કે, આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મત નિર્ણાયક છે અને જો પાટીદાર નારાજ છે તો ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે. અગાઉ પાટીદાર આગેવાનોએ પણ મુખ્યમંત્રીને મળી પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચવાની રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંસદોને સાંભળ્યા પછી ન્યાયીક વ્યવસ્થામાં કઈ રીતે કેસ પાછા ખેંચી શકાય તે જોવાનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રી તુરંત કાશીના પ્રવાસે જઈ રહ્યા હોવાથી હજુ સુધી આ સંદર્ભે કોઈ નિર્ણય લીધો હોવાની જાણકારી મળી રહી નથી. આમ છત્તાં વિશ્વાસુ સુત્રો માને છે કે પાટીદારો સામેના કેસ પરત ખેંચવા અંગે સરકાર કોઈ નિર્ણય કરી શકે તેમ છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









