Monday, April 27, 2026
HomeGujaratનવરાત્રીને લઈને સરકારનો નિર્ણયઃ 12 વાગ્યા પછી પણ રેસ્ટોરન્ટ અને હોટલ ખુલ્લી...

નવરાત્રીને લઈને સરકારનો નિર્ણયઃ 12 વાગ્યા પછી પણ રેસ્ટોરન્ટ અને હોટલ ખુલ્લી રહેશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંઘીનગરઃ ગુજરાતમાં બે દિવસ પછી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી નવરાત્રીના તહેવારની ઉજવણી મહામારીના લીધે થઈ ન હતી. આ વર્ષે નવરાત્રની ઉજવણી બાબતે કોઈ નિયંત્રણ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું નથી. તેવામાં ખૈલયાઓ ગરબે ઝુમવા માટે કોઈ કચાશ રાખવાના મુડમાં નથી. ગઈકાલે જ રાજ્યગૃહ મંત્રી દ્વારા 12 વાગ્યા સુધી રાજ્યમાં લાઉડ સ્પીકર વાગાડી શકવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આજે વધુ એક જાહેરાત નવરાત્રીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીએ રાજકોટમાં આજે જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી પણ ખાણીપીણીની દુકાનો ચાલુ રાખી શકાશે. જેથી કરીને હવે ખૈલાયાઓ ગરબા રમ્યા બાદ પોલીસની રોકટોક વગર ખાણી પીણીનો આંનદ માણી શકશે. ગઈકાલે જ ગૃહમંત્રી દ્વારા લાઉડ સ્પીકર અંગે જાહેરાત કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકારના નિર્ણયના કારણે હાલ ખૈલયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે જ ખાણીપીણીના ધંધાર્થીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. આ વર્ષે હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ લો પ્રેશર સજાર્યું છે જેની અસર ગુજરાતમાં થતાં નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular