નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટેમાં ગુજરાતના સમખાણ સાથે જોડાયેલા તિસ્તા સેતવાડના કેસની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ગુજરાત સરકાર પર મોટા સવાલો ઉઠાવ્યા છે. SCએ ગુજરાત સરકારને પૂછ્યું છે કે તિસ્તા વિરુદ્ધ કયા પુરાવા અને સામગ્રી એકત્ર કરવામાં આવી, શું પોલીસ કસ્ટડીનો કોઈ ફાયદો થયો અને કેસની તપાસ ક્યાં સુધી પહોંચી? સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તિસ્તા વિરુદ્ધ UAPA જેવો કોઈ આરોપ નથી જેને જામીન ન આપવા જોઈએ. આ સરળ CrPC કલમો છે.તે એક મહિલા છે. આવી સ્થિતિમાં તેઓ રાહત મેળવવાના અધિકાર છે. આ મામલે હવે શુક્રવારે બપોરે 2 વાગ્યે સુનાવણી થશે.
ગુજરાત રમખાણોમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ પુરાવા ઘડવાના આરોપમાં તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. CJI યૂ યૂ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચ આ અંગે સુનાવણી કરી રહી છે. ગુજરાત સરકારે તિસ્તાના જામીનનો વિરોધ કરતા કહ્યું છે કે સેતલવાડે એક વરિષ્ઠ રાજકીય નેતાના કહેવાથી કાવતરું ઘડ્યું હતું અને તેના માટે મોટી રકમ મેળવી હતી. આ સોગંદનામું સુપ્રીમ કોર્ટની બેન્ચની સુનાવણીના એક દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સોગંદનામું દાખલ કર્યું છે જેમાં જણાવ્યું છે કે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત ખોટા પુરાવા માટે કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ FIR માત્ર SCના નિર્ણય પર આધારિત નથી પરંતુ પુરાવા દ્વારા સમર્થિત છે. અત્યાર સુધીની તપાસમાં સેતલવાડ વિરૂદ્ધ 2002ના કોમી રમખાણો સંબંધિત પુરાવાઓને બનાવટી બનાવવા અને ખોટા બનાવવાનો પ્રાથમિક દૃષ્ટિએ મામલો પ્રકાશમાં આવ્યો છે. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી તપાસમાં, FIRની સામગ્રીને સમર્થન આપવા માટે અકાટ્ય સામગ્રી રેકોર્ડ પર લાવવામાં આવી છે. અરજદારે અન્ય આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડી રાજકીય, નાણાકીય અને અન્ય ભૌતિક લાભ મેળવવા ગુનાહિત કૃત્ય આચર્યું હતું.
તિસ્તા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, “મારી સામે એક કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં મોટા ષડયંત્રની વાત થઈ રહી છે. સુપ્રીમ કોર્ટની પહેલ પર SITની રચના પણ કરવામાં આવી હતી પરંતુ SIT દસ્તાવેજોની તપાસ કરી રહી નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તિસ્તાની જામીન અરજી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે, તેથી જો આ અરજી મેન્ટેનેબલ હોય તો અમારો વાંધો છે. જ્યારે CJI એ પૂછ્યું કે વધુ કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, સીજેઆઈએ હાઈકોર્ટને 6 અઠવાડિયાનો સમય આપવા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે 3 ઓગસ્ટે નોટિસ જારી કરીને આ મામલાની સુનાવણી 19 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે. જામીન કેસમાં 6 અઠવાડિયાનો સમય આપવો જોઈએ?








